ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક અને મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે

0
50

રાજ્યમાં ચૂંટણીઓ ડિકલેર થઈ ચૂકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના કુલ 159 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કેજરીવાલે ટ્વિટ કરીને કરીને આપી દીધી છે.
ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી તેમજ મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે તે હવે નક્કી થઈ ગયું છે.

આ સિવાય આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ, પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માન, યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના નામો સામે આવ્યા છે જેઓ ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે.
ગુજરાતના નેતાઓમાં આમ આદમી પાર્ટીનાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે.