ગોવાથી અમદાવાદ તરફ પુષ્પા સ્ટાઇલમાં લઈ જવાતા ₹40.86 લાખનો દારૂનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપાયુ

0
65

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી ગઈ છે અને ગુજરાત દારૂ-ડ્રગ્સનું હબ બની ગયું છે, ટોટલી ગેરકાયદે કૃત્ય અહીં બિન્દાસ સામે આવી રહયા છે ત્યારે છેક ગોવાથી અમદાવાદ તરફ આવી રહેલા લાખ્ખો રૂપિયાનો દારૂ પલસાણામાં ઝડપાયો છે.

LCB પોલીસે બાતમીના આધારે પલસાણા નજીક માખીંગા ગામે ને.હા.નં-૪૮ ઉપર વોચ ગોઠવી નંબર વગરના એચ.પી. ગેસ લખેલ ટેન્કરને અટકાવતા ટેન્કર ચાલકે ટેન્કર ગેસથી ભરેલું હોવાનું જણાવ્યુ હતુ,જોકે પોલીસને ચોક્કસ બાતમી હોવાથી પોલીસે ટેન્કરની તપાસ કરતા અંદરથી પુસ્પા ફિલ્મની સ્ટાઇલમાં ગોઠવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

પોલીસે ટેન્કર માંથી કુલ 40,560 નંગ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબ્જે લીધી હતી પોલીસે ટેન્કર તેમજ દારૂ મળી કુલ 47,68,700/-ની કિંમતની મુદ્દામાલ કબ્જે લઈ ગુના સંદર્ભે ટેન્કર ચાલક મુકેશ કુમાર પન્નાલાલ કલાલ (ઉ.વ.35 રહે.કરાવલી જી.ઉદયપુર રાજસ્થાન) તથા ક્લીનર નિર્ભયસિંહ જામલસિંહ રાજપૂત (ઉ.વ.38 રહે.બસિગામ ઉદયપુર ,રાજસ્થાન નાઓને અટક્યાત કરી દારૂ મોકલનાર તેમજ મગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.