29 C
Ahmedabad
Wednesday, January 19, 2022

ગોવામાં કોંગ્રેસ સંકટમાંઃ ધારાસભ્ય લૌરેન્કો આપમાં જાેડાય તેવી અટકળો

Must read

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગોવામાં કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગવા જઇ રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી લુઇજિન્હો ફલેરિયોના તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થયા બાદ ૪૦ સભ્યોની વિધાનસભામાં પાર્ટીના ચાર ધારાસભ્ય જ બચી ગયા છે. હવે વધુ એક એમએલએના રાજીનામા આપવાની સંભાવના છે. કર્ટોરિમના કોંગ્રેસના ધારાસભ્ય એલેક્સો રેજિનાલ્ડો લૌરેંકો આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ શકે છે.
આમ આદમી પાર્ટી ગોવામાં એક વર્ષથી આક્રમક રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ ટીએમસી ગોવાની ચૂંટણી રાજનીતિમાં તાજેતરમાં સામેલ થઇ છે. મમતા બેનરજીની પાર્ટી પશ્ચિમ બંગાળ બહારના વિસ્તારનો પ્રયાસ કરી રહી છે.

લૉરેંન્કોના આપમાં સંભવિત પગલા વિશે પૂછવામાં આવતા એઆઇસીસી ગોવા ડેસ્ક પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યુ, આ માત્ર એક અફવા છે. લોકો ભ્રમ ઉભો કરવા માંગે છે. મને નથી લાગતુ કે મારે આ અફવાનો જવાબ આપવો જાેઇએ.

ફલેરિયોના બહાર કોંગ્રેસ છોડવાના કેટલાક દિવસ પહેલા પણ પાર્ટીએ તેમના રાજીનામાની વાતને ફગાવી દીધી હતી અને તેને અફવા ગણાવી હતી.
પોતાના ચૂંટણી ક્ષેત્રમાં કરવામાં આવેલા કામ વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, લૌરેંકોએ ૩૦ સપ્ટેમ્બરે લખ્યુઃ “અમારૂ કામ ચાલુ છે, કોઇ રાજનીતિ નથી, ના તો મારી પાર્ટીના કેસથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. અમારા લોકો અને અમારૂ કર્તવ્ય પહેલા છે.

અમારી સાથે ઉપરવાળાનો આશીર્વાદ પુરી રીતે છે. અમે યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લઇશુ કારણ કે કેટલાક ખરાબ નેતાઓએ અમારી પ્રગતિને નષ્ટ કરી દીધી છે.
આપના રાજ્ય સંયોજક રાહુલ મ્હામ્બ્રેએ કહ્યુ કે લૌરેંકો સાથે કોઇ ઔપચારિક ચર્ચા થઇ નથી, તેમણે કહ્યુ, “અમે અન્ય દળની સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ રીતે તેમણે (લૌરેંકો) પણ આ રીતે ચર્ચા થઇ હશે. જેની પર કોઇ ઔપચારિક ર્નિણય થયો નહતો.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article