ભાજપ ના સિનિયર નેતા અટલ બિહારી બાજપાઇ નો જન્મદીવસ આખા દેશે મનાવ્યો પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે વાજપેયીજી નું પણ એક મંદિર છે જે મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં બનેલું છે. જેમાં દરરોજ ભજન અને આરતી થાય છે. ગ્વાલિય પૂર્વ પી.એમ. ની કર્મસ્થળ છે. અહીંયા તેમણે પત્રકારત્વ નો અભ્યાસ ની સાથે રાજનીતિ નો પહેલો અધ્યાય ભણ્યા હતા. અહીના લોકો ના દિલોમાં વાજપાઇ પ્રત્યે બહુ જ પ્રેમ છે. બાજપાઇ નું મંદિર વિજયસિંહ નામના એક વ્યકિતએ બનાવ્યું છે. વિજય પૂર્વ પી.એમ. ના પ્રશંસક છે.આ મંદિર ગ્વાલિયર શહેરમાં સત્યનારાયણ ની ટેકરી વિસ્તારમાં હિંદી માતા મંદિર પાસે છે. આ મંદિર માં વાજપાઇ ની પ્રતિમા નહીં પરંતુ તેમનો ફોટો રાખવામાં આવ્યો છે. મંદિર બનાવનાર વિજયસિંહ નું કહેવું છે કે તેમના માટે અટલજી ભગવાન નહીં પરંતુ એક સંત છે. મંદિર માટે એક પ્રતિમા પણ બનાવવામાં આવશે જે સ્થાપિત કરાશે. તેમનું કહેવું છે કે આવનારી પેઢી અટલજી વિષે જાણી શકે એટલા માટે આ મંદિરનું નિર્માણ કરાયું છે. અટલજીના જન્મદિને પુજા આરતી અને મિઠાઇ વિતરણ કરાયું હતું.
આમ, દેશ માં અટલજી નું મંદિર હોવાની વાત ની પૃસ્ટી થઈ હતી.
ગ્વાલિયર માં છે,વાજપેયીજી નું મંદિર: જન્મદિન ઉજવાયો..
