નવી દિલ્હીઃ ઘરાકીના અભેવા હાલ સોનામાં નરમાઇનો માહોલ જોવા મળ્યો છે. દિલ્હીના ઝવેરી બજારમાં આજે બુધવારે સોનાનો ભાવ 108 રૂપિયા ઘટ્યો હતો જ્યારે ચાંદી ચાંદીના ભાવમાં પણ 144 રૂપિયાનો સુધારો આવ્યો હતો. આથી દિલ્હીમાં સોનાનો ભાવ ઘટીને 48877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીનો ભાવ વધીને 65,351 રૂપિયા પ્રતિ કિગ્રા થયો હતો. ગત મંગળવાર દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 48,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીનો ભાવ 65,207 રૂપિયા પ્રતિ કિગ્રા થયો હતો.
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલનું કહેવુ છે કે, અમેરિકન ડોલર નબળો પડવાથી સોના-ચાંદીના ભાવ ફરી વધ્યા છે. આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધીને 1857 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદી પણ સુધરીને 25.48 ડોલર પ્રતિ ટ્રોય થઇ હતી.
વૈશ્વિક બજારમાં રિકવરી અને નીચા મથાળે ઘરાકી નીકળતા ભારતીય બજારોમાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાનો ભાવ માત્ર 100 રૂપિયા વધીને 51400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો બીજી બાજુ ચાંદી 500 રૂપિયા ઘટી હતી અને પ્રતિ 1 કિગ્રાનો ભાવ 66,000 રૂપિયા થયો હતો.