ચોર લૂંટારા કરતા ખતરનાક હોય છે લૂંટેરી દુલ્હન અને ટોળકી : મોડાસા ના પ્રજાપતિ યુવક સાથે લગ્ન કરનાર દુલ્હન ત્રીજા દિવસે લૂંટ કરી ફરાર

0
26

 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેમ છતાંય લોકો આવી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે

ગુજરાતમાં લૂંટનો એક નવો ચીલો જોવા મળી રહ્યો છે. લૂંટ માટે હવે મહિલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. લગ્નવાંછુક યુવકોને લગ્નની માયાજાળમાં ફસાવીને ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હનોનો કહેર વધી રહ્યો છે.મોડાસા શહેરના સગરવાડા વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ખાનગી કંપનીમાં રહેતા સુમન ભીખાભાઇ પ્રજાપતિ નામના યુવક અને તેના બહેન જીજાજીને દહેગામ અને અમદાવાદની લૂંટેરી દુલ્હન ગેંગે વિશ્વાસમાં લઇ સુમન ભાઈ સાથે ખેતરમાં કામ કરતી યુવતી હોવાનું જણાવી લગ્ન કરાવી બે લાખ રૂપિયા દાપા તરીકે લીધા પછી લગ્નવાંચ્છુક યુવક સાથે યુવતી સાથે ટ્રસ્ટમાં લગ્ન કરાવી લગ્ન ખર્ચ પેટે વધુ 35 હજાર ખંખેરી મોડાસા પતિ સાથે રહેવા આવેલી લૂંટેરી દુલ્હન દાગીના રોકડ રકમ અને મોબાઈલ લઈ અમદાવાદ જતી રહેતા ભોગ બનેલ યુવકે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે

મોડાસા શહેરના સગરવાડા વિસ્તારમાં રહેતા અને દંતોલી ખાનગી કંપનીમાં નોકરી કરતા સુમન ભીખાભાઇ પ્રજાપતિ નામના યુવકને સમાજમાં લગ્ન નહીં થતા પરિવારજનો ચિંતિત હતા કઠલાલ ખાતે રહેતા તેમના જીજાજી ઈંટોના વેપાર દરમિયાન દહેગામ તાલુકાના લવાર ગામના ઠગ નાથુ ઠાકોરના સંપર્કમાં આવતા તેને લગ્ન ઇચ્છુક યુવકોના લગ્ન કરાવી આપતા હોવાનું જણાવતા તેમના જીજાજી બહેન અને સુમન ભાઈને વિશ્વાસ આવતા નાથુ ઠાકોરના ઘરે જતા લૂંટેરી દુલ્હન ખેતરમાં શ્રમિક બની મજૂરી કરતી હોવાથી તેના લગ્ન કરવાનું જણાવી તેની માસી સાથે વાત કરાવી લગ્ન નક્કી થતા યુવક અને તેના પરિવારજનો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા અને ગેંગે માંગેલ બે લાખ દાપું પણ આપી દઈ લગ્નનો ખર્ચ પણ આપવા તૈયાર થતા અમદાવાદ અસારવા વિસ્તારમાં આવેલ શ્રી મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટમાં શિલ્પા ઉર્ફે રિંકલ નટવરલાલ ઠાકુર સાથે લગ્ન કરાવવા વકીલે 25 હજાર અને મહારાજે 10 હજાર લઈ લગ્ન કરાવ્યા હતા લગ્નવિધિ પૂર્ણ થતા યુવક સુખી લગ્ન સંસારના સ્વપ્ન સાથે દુલહન સાથે મોડાસા આવ્યો હતો અને ત્રીજા દિવસે સવારે દુલહન દાગીના રોકડ રકમ અને મોબાઇલ લઇ ફરાર થઇ જતા યુવક ભાંગી પડ્યો હતો.

સુમન પ્રજાપતિએ લૂંટેરી દુલ્હનની શોધખોળ હાથધરી અમદાવાદ તેની માસીને ફોન કરતા યુવતી તેની પાસે આવી હોવાનું અને હોળી પછી લઇ જવા જણાવતા યુવક હોળી સુધી વિરહ સહન કરી હોળી પછી ફોન કરતા લૂંટેરી દુલ્હનની માસી ભગીબેન ઉર્ફે ગંગા રમણલાલ ઠાકુરે પત્નીને ભૂલી જા નહીં તો માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક આબાદ લૂંટેરી ગેંગનો ભોગ બનતા દુલ્હન પણ ગઈ અને લાખ્ખો રૂપિયાનો ચૂનો પણ લાગતા આખરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 1)રિંકલ ઉર્ફે શિલ્પા નટવરલાલ ઠાકુર (લૂંટેરી દુલ્હન),2) તેની રાણીપ રહેતી માસી ભગીબેન ઉર્ફે ગંગાબેન રમણલાલ ઠાકુર,3) નાથુ ઠાકોર (રહે,લવાર-દહેગામ),4)વિશાલસિંહ ચૌહાણ (વકીલ) અને મહારાજ સામે ગુન્હો નોંધવા અરજી આપી ન્યાયની માંગ કરી હતી