જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત,300થી વધુ ઘાયલ

0
45

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા છે અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. હાલ 20 લોકોના મોત થયાની વાત વચ્ચે મૃતકોની સંખ્યા વધવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનજુરમાં હોવાનું સામે આવ્યું છે.

વિગતો મુજબ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
આ દરમિયાન 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, 300 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સિયાંજુરના પ્રશાસનના વડા હરમન સુહરમેને જણાવ્યું કે મને મળેલી માહિતી અનુસાર માત્ર એક હોસ્પિટલમાં લગભગ 20 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 300 લોકોની સારવાર ચાલી રહી છે. ઈમારતોમાં ફસાઈ જવાને કારણે મોટાભાગનાને ફ્રેક્ચર થયું છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.