જગદીશ ઠાકોરનો દાવો :-ગુજરાતમાં કોંગ્રેસ 125 સીટ જીતીને સરકાર બનાવશે ! ઘોષણપત્રમાં કર્યા મોટા વાયદા

0
58

ગુજરાતમાં હવે કોંગ્રેસે પ્રચાર જંગના મંડાણ કર્યા છે અને જગદીશ ઠાકોરેતો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 125 સીટથી જીતીને સરકાર બનાવી રહી હોવાનો દાવો પણ કરી દીધો છે અને જનતાને મોટા મોટા વાયદા કર્યા છે.

તેઓના જણાવ્યા મુજબ કોંગ્રેસની ટીમે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં ફરીને જનતાના હિતમાં ઘોષણપત્ર તૈયાર કર્યો છે.

રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણીઢંઢેરા માં નીચે મુજબના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

—શિક્ષણ—

– ઊંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ લવાશે, પ્રવર્તમાન શિક્ષણ ફીને સ્થગિત કરી તાત્કાલિક ફીમાં 20%નો ઘટાડો કરાશે.

–પશુપાલન–

લંપી રોગચાળાથી મૃત્યુ પામેલા ગૌ વંશમાં વળતર-સહાય- પશુચારો અને ખાણદાણના ભાવવધારાનું નિયમન કરવામાં આવશે

–સૌને ઘરના ઘર–

– ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાનાં ઉભા કરાશે.
-ઝૂંપડાં વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા- વસતિ મુજબ શૌચાલયોની વ્યવસ્થા.

–SC, ST, OBC, લઘુમતીઓ માટે —

– ભાજપે રદ કરેલાં અનામત પુન: લાગુ કરાશે- ભરતીમાં ચડતા ક્રમથી અગ્રિમતા આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરવામાં આવશે.

–પંચાયતીરાજ–

– ભાજપે પંચાયતો પાસેથી છીનવેલી સત્તા અને કાર્યો પરત ચાલુ કરાશે.
– મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણું થાય એ માટે અગ્રિમતા અપાશે.

–મહિલા સુરક્ષા–

– મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનારા છાત્રાઓને ફ્રી લેપટોપ આપવામાં આવશે.
– આઠ મહાનગરમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી.

–ખેડૂત–

– દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો-વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના અમલમાં લવાશે
– કૃષિક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા આપવામાં આવશે.

–માછીમાર–

– માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે-માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે.

–પર્યાવરણ સુરક્ષા–

– 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણમુક્ત બનાવવા સઘન પગલાં- તમામ નદીને પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન.

–વ્યાપાર-ઉદ્યોગ–

– વીજળીના દર, પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટીરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે.
– ઈન્ક્મટેક્સની મર્યાદામાં પગાર/આવક ધરાવનારને વ્યવસાયવેરો માફ કરાશે.

–ઈન્ફ્રાસ્ટ્રક્ચર–

– કૃષિક્ષેત્રે 25 વર્ષની જરૂરિયાતોનું આયોજન કરાશે
– વીજળી ઉત્પન્ન કરી શકે એ માટે 2 KVની સોલર પેનલ સબસિડી આપવામાં આવશે.

–લોકશાહી–

– બિલ્કિસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે.

–મોંઘવારી–

શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર પ્રતિબંધ લવાશે.
નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો.
રોજગાર
– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના.
કલા-સંસ્કૃતિ-અસ્મિતા
– પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન:સ્થાપિત કરવામાં આવશે.
– વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે એ માટે પ્રયાસ.

આમ,ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં આ મુજબના વચનો આપવામાં આવ્યા છે