જગદીશ ઠાકોરે કહ્યું :- ૨૭ વર્ષથી ઘેટાં (ભાજપ) ઉપર ઊન ચડી ગયું છે તે હવે ઉતારવાનું છે અને જો માલિક રોકવા આવેતો લીમડે બાંધી દેજો !!

0
68

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે અને જગદીશ ઠાકોર મેદાનમાં આવી ગયા છે તેઓએ અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા વખતે ભાજપને નિશાન બનાવી કહ્યું હતું કે, 27 વર્ષથી ઘેટા વધારે ઉન વાળા થયા છે એટલે કાતર રાખી ઊન ઉતારવાનું છે,ઘેટાનો માલિક ધાકધમકી આપવા આવે તો લીમડે બાંધી દેજો અને પછી જગદીશ ઠાકોરને ફોન કરજો.

ઠાકોરે કહ્યું કે, દિવાળી પછી ભાજપની ગુંડાગીરીનો આતંક જોવા જેવો હશે.

આમ,હવે ઇલેક્શન નજીકમાં અવતાજ અત્યારસધી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળતા આક્ષેપ પ્રતિ આક્ષેપ માં હવે કોંગ્રેસ પણ જોડાઈ ગયું છે, આમ હવે રાજકીય પક્ષો વચ્ચે પ્રચાર વોર નો પ્રારંભ થઇ ચૂક્યો છે.