15 C
Ahmedabad
Sunday, January 23, 2022

જર્મનીમાં એન્જેલા મર્કેલના યુગનો આવ્યો અંત

Must read

જર્મન પાર્લિમેન્ટે આજે એટલે બુધવારે એન્જેલા મર્કેલના ઉત્તરાધિકારી તરીકે ઓલાફ શોલ્જ ની નવા ચાન્સેલર તરીકે નિમણુક કરી છે. એન્જેલા મર્કેલ 16 વર્ષ સુધી ચાન્સેલર તરીકે રહ્યા હતા. મર્કેલ 22 નવેમ્બર 2005ના રોજ જર્મનીના ચાન્સેલર પ્રથમ મહિલા હતા. તેમણે તેમના વિક્રમી કાર્યકાળ દરમિયાન વિદેશમાંથી પ્રશંસા મેળવી અને દેશમાં ભારે લોકપ્રિયતા મેળવી. અત્યારે શોલ્જ નાણામંત્રી અને વાઇસ ચાન્સેલર છે.

એન્જેલા મર્કેલના ઉત્તરાધિકારી ઓલાફ શુલ્ઝના નામને મંજૂરી આપવામાં આવી તેના એક દિવસ પહેલા દેશના ત્રણ પક્ષોએ પ્રગતિશીલ ગઠબંધન બનાવવા માટે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. શુલ્ઝના મધ્યમ-ડાબેરી સોશિયલ ડેમોક્રેટ્સ, પર્યાવરણીય ઝુંબેશ ગ્રીન્સ અને પ્રો-બિઝનેસ ફ્રી ડેમોક્રેટ્સ વચ્ચેના કરારને તાજેતરના દિવસોમાં ત્રણેય પક્ષોના સભ્યો તરફથી મજબૂત ટેકો મળ્યો છે. આ કરારે બુધવારના રોજ શુલ્ઝ માટે સંસદમાં ચૂંટાઈ આવવાનો માર્ગ સાફ કરી દીધો હતો કારણ કે ત્રણેય પક્ષોની બહુમતી હતી. જણાવી દઈએ કે પહેલીવાર ત્રણેય પક્ષોએ સરકાર બનાવવા માટે સમજૂતી કરી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article