જાણી લેજો / દીપક મોહંતી બન્યા PFRDAના નવા અધ્યક્ષ, જાણો કેટલા લાખ રૂપિયા મળશે પગાર

0
37

PFRDA Chairman: દીપક મોહંતી (Deepak Mohanty) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA) ના નવા અધ્યક્ષ બનશે. બે મહિના બાદ સરકાર દ્વારા આ પદ પર મોહંતીની પસંદગી કરવામાં આવી છે. દીપક મોહંતી અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (Executive Director) રહી ચૂક્યા છે અને PFRDAના સભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ નિમણૂક સાથે દીપક મોહંતીએ સુપ્રતિમ બંદ્યોપાધ્યાયનું સ્થાન લીધું છે. તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂર્ણ થયો હતો.

65 વર્ષની ઉંમર સુધી અધ્યક્ષ તરીકે રહેશે

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, દીપક મોહંતી, જે અગાઉ PFRDAના પૂર્ણ-સમયના સભ્ય હતા, તેઓને અધ્યક્ષ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલાં મોહંતી આરબીઆઈ (RBI) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. મોહંતીને ઓગસ્ટ 2020 માં ત્રણ વર્ષ માટે PFRDA સભ્ય (આર્થિક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 65 વર્ષની ઉંમર સુધી PFRDAના ચેરમેન પદ પર રહેશે.

આગામી પાંચ વર્ષ સુધી ચેરમેન રહેશે

દીપક મોહંતી પીએફઆરડીના ચેરમેન પદ પર આગામી પાંચ વર્ષ અથવા નવા આદેશ સુધી રહેશે. મોહંતીને ઈકોનોમિક રિસર્ચ, મૌદ્રિક નીતિ અને સ્ટેટિક્સના ક્ષેત્રમાં મહારત હાસલ છે. તેમણે જેએનયુ અને યેલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. 

4.50 લાખ રૂપિયા મળશે પગાર

જો તમે પણ વિચારી રહ્યા છો કે તેમને આ પોસ્ટ માટે કેટલી સેલરી મળશે, તો ચાલો જાણીએ તેનો જવાબ પણ. મોહંતીને PFRDA ચેરમેન તરીકે દર મહિને 4.50 લાખ રૂપિયાનો પગાર મળશે. PFRDA ની રચના વર્ષ 2003 માં દેશના પેન્શન ઉદ્યોગને પ્રોત્સાહન, નિયમન અને વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને સરકારી કર્મચારીઓના હિસાબે અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ બાદમાં પીએફઆરડીએની સેવાઓ અન્ય નાગરિકો માટે પણ વિસ્તારવામાં આવી હતી.