જામનગર ના ધારાસભ્ય હકુભા ના ભાઈ રાજભા ઉપર હુમલો,હુમલાખોરો પણ બન્યા ઇજાગ્રસ્ત

0
130

જામનગર ના ધારાસભ્ય અને માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાના ભાઇ રાજભા ઉપર ખંભાળીયા નજીક ત્રણથી ચાર જેટલા ઈસમો દ્વારા હુમલો થતા બન્ને પક્ષે બગદાટી બોલતા હુમલો કરવા આવેલા ત્રણ જેટલા ઇસમો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
માથામાં ઇજા પામેલ રાજભા જાડેજાને સારવાર માટે જામનગરના ડો. એ.બી. ‚પારેલીયાની હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. રાજભા જે સ્થળે પોતાના કોન્ટ્રાકટનું કામ ચાલે છે ત્યાં કેટલાક ઈસમો ને વાંધો હોય કેટલાક દિવસો થી માથાકૂટ ચાલતી હતી.
વ્યવસાયે કોન્ટ્રાકટર અને અહીંની પટેલ કોલોની ખાતે રહેતા ધારાસભ્યના ભાઇ રાજભા જાડેજા નિત્યક્રમ મુજબ કામની સાઇટ પર ગયા હતા આ સમયે ચાર પાંચ જેટલા શખ્સો ધોકા સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સામસામે મારામારી થતા સામે પક્ષે આવેલા હુમલાખોરો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા અને રાજભાને પણ માથાના ભાગે ઇજા થઇ હતી પરિણામે ૧૨ ટાંકા આવ્યા હતા.
આ ઘટના ને લઈ ભારે ચકચાર મચી ગઈ છે.