12 C
Ahmedabad
Friday, January 28, 2022

જામનગર માં જાણીતા ઉદ્યોગપતિ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવતા દોડધામ ; જયપુર માં યોજાયો હતો લગ્ન સમારોહ 

Must read

જયપુર માં ભવ્ય લગ્ન સમારોહ યોજનાર જામનગર માં જાણીતા ઉદ્યોગપતિ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી છે

જામનગર માં કોરોના નો ઓમિક્રોન કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ સતર્ક છે ત્યારે અગ્રણી અને ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સહિત પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી છે,તાજેતરમાં જીતુભાઈ લાલ દ્વારા જયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો ,આ લગ્ન માં વિદેશથી પણ લોકો આવતાં ઉદ્યોગપતિ પરિવાર કોરોના સંક્રમિત બન્યો હોવાની વાત સામે આવી છે.

પોતાના પરિવાર માં 4 સભ્યો કોરોના પોઝીટિવ આવતા પોતાના ત્યાં લગ્ન સમારંભમાં આવેલ તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા જીતુભાઇ લાલ દ્વારા અપીલ કરી છે અને સાવચેતી ખાતર જીતુભાઈ લાલના મોટાભાઈ આશોકભાઈ લાલના બંને પુત્રોના આગામી લગ્ન સમારંભ મોકૂફ રાખવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article