જિમમાં વર્ક આઉટ કરતા કરતા વધુ એક એકટરનું મોત થતાં પ્રસરી ચિંતા

0
47

ટીવી એક્ટર સિદ્ધાંતનું આજે જિમમાં વર્કઆઉટ કરતા સમયે મોત થઇ જતા શોકની લાગણી પ્રસરી છે.

સિદ્ધાંતને કસરત કરતી વખતે જિમમાં ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રેનર્સ દ્વારા તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરતા તે ભાનમાં ના આવતા તેને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ સતત એક કલાક સુધી સિદ્ધાંતની સારવાર કરી હતી, પરંતુ 12.31 વાગે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંત સૂર્યવંશીના નામથી પણ જાણીતો હતો. સિરિયલ ‘કુસુમ’થી તેણે ટીવી ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાંતે વિવિધ ટીવી શોમાં કામ કર્યું છે, ‘કસૌટી જિંદગી કી’, ‘કૃષ્ણા અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ સામેલ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ તથા ‘જિદ્દી દિલ’ હતા.

નોંધનીય છે કે આ પહેલાં રાજુ શ્રીવાસ્તવ, દીપેશ ભાનનું પણ જિમમાં વર્કઆઉટ દરમિયાન બેભાન અને બાદમાં મોત થયું હતું.
નોંધનીય છે કે સિદ્ધાંત ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ માટે જાણીતો હતો પણ છેલ્લા કેટલાક વખતથી જીમમાં વર્ક આઉટ કરતા મોત થવાની ઘટનાઓ વધતા ચિંતા પ્રસરી છે.