જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન(PMSMA)ની કામગીરી અને ગવર્નિંગ બોડી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

0
35

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન(PMSMA)ની કામગીરી અને ગવર્નિંગ બોડી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

 
જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં PMSMA યોજના અંતર્ગત પી.એચ.સી/સી.એચ.સી માંથી પ્રસૂતા સ્ત્રીઓને બાળક જન્મ પહેલા મળતી આરોગ્યને લગતી સેવાઓ, મમતા દિને યોજાતા જાગૃતિ અભિયાનો, કાઉન્સેલિંગ તેમજ જોખમી ગર્ભાવસ્થાની પૂર્વ ચકાસણી અને યોગ્ય નિદાન જેવી તમામ બાબતોને સંકલિત કરી માતૃમરણની સંખ્યા અને કારણો તેમજ તેના અટકાયતના પગલાં વિષે ચર્ચા કરવામાં આવી. સાથે જ ગત માસ સુધી બનેલા બાળમરણના કિસ્સાઓ અને તેના કારણો અને અટકાયતના પગલાઓની સમીક્ષા કરી કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. કે. વસાવાએ PM જનઆરોગ્ય યોજનામાં થતાં ફ્રોડ અને તેના નિવારણ, લેપ્રેસી, ટી.બી. અને મેલેરિયા જેવા રોગોમાં સારવાર અને અટકાયતના પગલાં તેમજ કુટુંબનિયોજન, કુટુંબ કલ્યાણ, ઈમ્યુનાઈઝેશન, ચક્ષુદાન, એ.એન.સી અને કુપોષણ નાથવાની યોજના સંદર્ભેની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
             બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ પટેલ, જિલ્લા આર.સી.એચ.ઓ ડૉ. પિયુષ શાહ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, સ્ત્રી અને બાળરોગ વિભાગના ડોકટરો તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફગણ હાજર રહ્યા હતા.