જે દિવસે મને તક મળશે, તે દિવસે હું 125 કરોડ દેશવાસીઓની વાત સંસદમાં મૂકીશ : મોદી

અમદાવાદ તા.10 : ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્ર મોદી એ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કર્યા  બાદ વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી 28 વર્ષ પછી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ભાજપના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર મારફતે નરેન્દ્ર મોદી ડીસા પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતાં. નરેન્દ્ર મોદી દ્વારા કાંકરેજ ગાય એ-2 અમૂલ દૂધ પ્રોજેક્ટસ, બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલો મધ પ્રોજેક્ટ, અત્યાધુનિક ચીઝ અને વ્હે-પ્લાન્ટ સહિત છ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.ડીસા પહોંચેલા પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. સભા સ્થળે પહોંચેલા મોદીએ બધાનું અભિવાદન ઝીલ્યું હતું. મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી. દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યાંથી મોદી હેલિકોપ્ટર મારફત ડીસા પહોંચ્યા હતા.મોદી અહીં બનાસ ડેરીના ચીજ પ્લાન્ટનું રિમોટથી ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મોદી અહીં દૂધની વિવિધ વેરાઇટીને પણ લોન્ચ કરશે. મોદી સાથે મુખ્યમંત્રી નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે.નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યું છે. એટલે જ સંસદમાં ચર્ચા થવા નથી દેતાં. જે દિવસે મને તક મળશે, તે દિવસે હું 125 કરોડ દેશવાસીઓની વાત સંસદમાં મૂકીશ. સાંસદ ચાલતી નથી, ચાલવા દેતા નથી. આપણા દેશના રાષ્ટ્રપતિ સાર્વજનિક જીવન જીવનારા લોકોમાંથી રહ્યાં છે. પરંતુ દેશની સંસદમાં જે ચાલી રહ્યું છે કે બે દિવસ પહેલાં તેમને સાંસદોને નામ દઇને ટોકવા પડ્યા. હું પરેશાન છું. લોકસભામાં મને નથી બોલતા દેતા એટલે જ હું જનસભામાં બોલી રહ્યો છું. હું લોકસભામાં પણ પ્રયાસ કરીશ.હાલ આખા દેશમાં એક વાતની ચર્ચા ચાલી રહી છે, નોટોનું શું થશે? તમે મને કહો 8મી તારીખ પહેલાં 100 રૂપિયાની નોટની કોઇ કિંમત હતી, 50ની 20ની નોટની કોઇ કિંમત હતી. છોટાને કોઇ પૂછતું હતું. 1000-500 જ બોલતા હતા. હવે 100-50મા તાકત આવી ગઈ છે. 1000-500ની ગણતરી થતી હતી હવે નાની નોટોની તાકત વધી ગઈ.મધમાખી પાલન અને ઉછેર માટે ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા છે. મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ડેરીનું નેટવર્ક છે, ખેડૂતોની સમિતિઓ બનેલી છે દૂધની સાથો સાથ ખેતીમાં મધઉછેર પાલન કરશે તો તેવી જ રીતે મધ ભરવા પણ જશે. શ્વેતક્રાંતિની જેમ સ્વીટક્રાંતિ પણ સર્જાશે. મધનું બહુ મોટું માર્કેટ છે.ડિસામાં સભાને સંબોધ્યા બાદ બપોરે સાડા બાર વાગ્યે મોદી ગાંધીનગર આવશે. અહીં તેઓ ભાજપના પ્રદેશ હેડક્વાર્ટર કમલમની મુલાકાત લેશે. અહીં તેઓ પાર્ટીના જિલ્લા અને તાલુકાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તે સિવાય રાજ્યના તમામ બોર્ડ અને નિગમોના અધ્યક્ષો અને ઉપાધ્યક્ષો સાથે પણ બેઠક કરશે. મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com