જો તમે ઈમાનદારીથી ટેક્સ ભરતા હશો તો સરકાર તમને આપશે આ ઈનામ

ઈમાનદારીથી ટેક્સ ભરનારને સરકારી સ્થળોમાં મળશે રાહત

તમે જો ઈમાનદારીથી ટેક્સ ભરતા હોય તો બહુ જલ્દી સરકાર તમારી કદર કરવા જઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે.

બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાના કહેવા પ્રમાણે ઈમાનદાર કરદાતાને ઈનામ આપવા માટે ચાલી રહેલી વિચારણના ભાગરુપે એક સમિતિ બનાવી હતી.

આ સમિતિએ જે રિપોર્ટ બોર્ડને સોંપી છે તેમાં ભલામણ કરવામાં આવી છે કે જે ટેક્સપેયર પ્રમાણિકતાથી ટેક્સ ભરતા હોય તેમને રેલવે સ્ટેશન, એરપોર્ટ, ટોલ પ્લાઝા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ સરકારી સેવાઓમાં બીજા કરતા પહેલા પ્રાથમિકતા આપવામાં આવે.ચંદ્રાનુ કહેવુ છે કે આ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે અને તેના પર બહુ જલ્દી નિર્ણય લઈને જાહેરાત કરવામાં આવશે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com