જ્યાં જ્યાં મોદીજીની મુલાકાત ત્યાં ત્યાં તરજ જ થઈ થઈ જાય છે વિકાસ ; વાપીમાં રોડ,લાઈટના કામો મિનિટોમાં થઈ ગયા

0
64

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં જાય તે વિસ્તારમાં રોડ,લાઈટ સહિતની સુવિધાઓ તરત જ થઈ જાય છે રાજ્યના દરેક નાગરિકો ઇચ્છી રહયા છે કે મોદીજી તેમના વિસ્તારમાં પણ આવે તો પોતાના વિસ્તારમાં વિકાસ થઇ જાય.

વલસાડના વાપીમાં મોદીજીની મુલાકાત દરમિયાન આ વિસ્તારમાં તૂટેલા રોડ બંધ સ્ટ્રીટ લાઈટો ફટાફટ ચાલુ થઈ ગઈ હતી અને ગંદકી રાતોરાત દૂર થઈ ગઈ હતી.
વાપી -દમણ રોડ અને વાપી-કોપરલી રોડને તંત્ર દ્વારા ચકાચક કરી દીધો હતો.

વાપી પાલિકા વિસ્તારમાં આવતાં વાપી-દમણ રોડ અને વાપી સરકીટ હાઉસથી-પેપીલોન હોટલ સુધીના માર્ગ સુધી ખાડા પુરી તમામ બાકી કામગીરી પૂર્ણ કરી દેવાઇ હતી. ચલા ડાભેલ ચેકપોસ્ટથી વાપી સરકીટ હાઉસ તથા વાપી-કોપરલી માર્ગ સુધીમાં અનેક સ્થળોએ પાલિકાની લાઇટો બંધ અવસ્થામાં હતી. કેટલાક સ્થળોએ ખાડાઓ મોટા જોવા મળી રહ્યા હતા તેમજ ગંદકીના ઢગલા હતા તેમજ સફાઇનો અભાવ જોવા મળ્યો હતો જ્યાં તરતજ રોડ સારા થઈ ગયા અને સ્વચ્છતા જોવા મળી હતી
મોદીના વાપીમાં શનિવારે રોડ શોની જાહેરાત બાદ પાલિકા, પીડબલ્યુડી સહિત સંબંધિત વિભાગો અચાનક કામે લાગ્યા હતા અને રોડ,લાઈટ,સ્વચ્છતા જેવા કામો ખૂબ ઝડપથી થઈ ગયા હતા.
વાપી આશાધામ સ્કૂલ આગળ પેવર બ્લોક નાખવાની પણ કામગીરી ચાલુ થઈ ગઈ હતી.
આમ,મોદીજી જ્યાં જ્યાં જશે ત્યાં તરતજ વિકાસ થતો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.