ડિસ્ટ્રીકટ ચેમ્બર હોલમાં પોરબંદર પોલીસ અને લાયન્સ કલબના સંયુકત ઉપક્રમે કરાયું આયોજન

0
24

પોરબંદર શહેરમાં પોલીસ તથા લાયન્સ કલબ પોરબંદરનાં સંયુકત ઉપક્રમે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં પોરબંદર ડિવાયએસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વેપારીઓ અને નાગરીકોને ઇન્ટરનેટનાં માધ્યમથી થતી નાણાંકીય લેતી-દેતીમાં છેતરપીંડીના બનાવોનું પ્રમાણ ઘટાડવા જરૂરી માર્ગદર્શન અપાયું.
આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટનાં માધ્યમથી છેતરપીંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં બુધ્ધીજીવી વેપારીઓ પણ તેની ઝપેટમાં આવી જાય છે. પોરબંદરમાં પણ વેપારી સાથે ઇન્ટરનેટના માધ્યમથી અનેક છેતરપીંડી જોવા મળી છે. આ છેતરપીંડીના બનાવોનું પ્રમાણ ઘટાડવા લોકોમાં જાગૃતિ લાવવા પોરબંદર જિલ્લા પોલીસ અને લાયન્સ કલબનાં સંયુકત ઉપક્રમે કિર્તીમંદિર પોલીસ સ્ટેશનની સામે આવેલ ડિસ્ટ્રીકટ ચેમ્બરના હોલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું હતું. આ સેમીનારમાં ડીવાયએસપી ઋતુ રાબા અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સુમનબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. અને તેમના દ્વારા ઓનલાઇન છેતરપીંડીના બનાવો કઇ રીતે બને છે અને સાઇબર ફ્રોડ કરતાં વ્યકિતઓ કઇ રીતે ઓનલાઇનનાં માધ્યમથી નાગરીકો સાથે છેતરપીંડી કરે છે. આ બનાવો ન બને તે માટે પીએસઆઇ જાડેજાએ વેપારી અગ્રણી, વેપારીઓ અને નાગરીકોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે ઓનલાઇન થતાં છેતરપીંડીના બનાવો ન બને તે માટે આપણા મોબાઇલમાં આવતી લીંકો જે મુખત્વે પેમેન્ટની હોય છે. તેને લોકો ઓપન કરી પૈસા ભરી દીયે છે. પરંતુ લોકો એ સમજતા નથી કે તે લીંક ફ્રોડ છે અને સમજ્યા વિના પૈસાનું ટ્રાન્જેકશન કરી દીયે છે. જેથી આવી લીંકોથી સાવધાન રહેવું જોઇએ. આ કાર્યક્રમમાં ઋતુ રાબા, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં ડિવાયએસપી નિલમબેન ગોસ્વામી, પીએસઆઇ એસ.કે.જાડેજા, લાયન્સ કલબનાં પ્રમુખ આશિષ પંડયા, પોરબંદર ફસ્ટવાઇસ ડિસ્ટ્રીક ગર્વનર લાયન્સ કલબનાં હિરલબા જાડેજા, એડવોકેટ આકાશ લાખાણી, પીએસઆઇ એચ.કે. સીમાણી સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. ફ