ડીજીટલ યુગ ની વાતો કરતા સરકારી બાબુઓ પહેલા પોતાની વેબસાઈટ ચેક કરે !!ગુજરાત સાહિત્ય અકાદમી ઉપર હજુપણ CM તરીકે વિજય રૂપાણી નું નામ શોભા વધારી રહ્યુ છે !!

0
74

એક તરફ સરકાર ડિજિટલ યુગ તરફ જઈ રહ્યા ની વાતો ના ફડાકા મારે છે પણ ખાતા માં ડિજિટલ યુગ કેટલું કાર્યરત છે તે જોવું હોય તો રાજયનાં રમતગમત, યુવક અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ આવતા ગુજરાત સાહિત્ય અકાદમી ની વેબ સાઈડ ખોલો તો ખબર પડશે કે આ લોકો કેટલા બેદરકાર છે અને માત્ર ખોટા ભાષણો માં જ રચ્યાપચ્યા રહે છે. વેબસાઈટનાં હોમ પેજ પર ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે હજુ વિજય રુપાણી જ છે , વિજય રૂપાણી હાલ મુખ્યમંત્રી નહિ હોવાછતાં તેઓ ને મુખ્યમંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે એટલુ જ નહિ રાજયનાં રમતગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગનાં મંત્રી તરીકે પણ તત્કાલિન મંત્રી ઈશ્વરભાઈ પટેલ ને દર્શાવવામાં આવ્યા છે. રૂપાણીએ રાજીનામુ આપ્યુ અને નવા મુખ્યમંત્રી આવી ગયા છતાં અને રાજયમાં નવી સરકાર કાર્યરત થઈ છે છતાં અકાદમીની વેબમાં અપડેટ કરાતુ નથી આમ સરકાર માં ડીજીટલ યુગ કેટલો સફળ રીતે કામ કરી રહ્યો છે તે આ એક માત્ર નાનકડું ઉદાહરણ છે. નવા ઉભરતા લેખકો માટે પ્રોત્સાહન અને સાહિત્યિક વારસાનાં જતન અને પ્રચાર – પ્રસારનું કામ કરતી અકાદમી પાસે પોતાનું આગવુ વહીવટી માળખુ હોવા સાથે ગુજરાતી ઉપરાંત અન્ય પાંચ ભાષા હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત, સિંધિ અને કચ્છી એમ અન્ય પાંચ અકાદમી પણ આ વિભાગ હેઠળ કામ કરે છે. સાહિત્યકારો અને લેખકો આ અકાદમીની પ્રવૃતિઓ વિશે જાણકારી મેળવવા વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે જેઓ બુદ્ધિજીવી ની શ્રેણીમાં આવતા લોકો હોય છે તેવે સમયે આવી ભૂલો માટે કોને દોષ દેવો તે સમજાતું નથી.
માત્ર ભાષણો અને વાતો ના ફડાકા થી કામ થતું નથી અને આવી બધી બેદરકારી સામે આજની નવી પેઢીના હોશિયાર બાળકો માં જૂની પેઢીનું ખખડી ગયેલું તંત્ર હવે મજાક બની ગયું છે ત્યારે ડિજિટલ યુગ માં આપણું દેશી તંત્ર કેટલું પાછળ છે તે આ એક માત્ર નાનકડો નમૂનો છે.