ડીસા આકાશવિલા સોસાયટીમાં પાલિકાના પાણીના બોરની કેબલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી…

0
14

ડીસા આકાશવિલા સોસાયટીમાં પાલિકાના પાણીના બોરની કેબલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી…

 
 
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાલિકાના અલંગ અલંગ બોરના કેબલની ચોરી થવા પામી હતી જેને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અવારનવાર ચૂંટાયેલા સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખ અને ચિફઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે પાણીના બોરની કેબલની ચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ પાંચ પાંચ જગ્યા ઉપર ચોરી થઈ હોવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા કેબલ ચોરી બાબતે ફરિયાદ નોંધાવી ન હતી જ્યારે ડીસા હાઈવે પર આવેલી આકાશવિલા સોસાયટીમાં પાણીના બોરની ઓરડીમાંથી રાત્રે દરમિયાન અજાણ્યા શખ્સોએ કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેની જાણ સોસાયટીના રહીશોને થતા સોસાયટીના રહીશો દ્વારા સદસ્યોને સ્થળ પર બોલાવી રજૂઆત કરી હતી. જે બાદ સોસાયટીના રહીશો અને પાલિકાના સદસ્યોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે જનતાના આક્રોશને જોઈને ડીસા નગરપાલિકાના પાણી પુરવઠાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો દ્વારા 3000 રૂપિયાના કેબલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે ત્યારે વારંવાર નંગરપાલિકાના પાણીના બોરની કેબલોની ચોરી કરતાં શખ્સોને ઝડપી પાડવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી હતી