ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે માલધારી સમાજ નારાજ,કહ્યું- ભાજપ વિરુદ્ધ કરીશું મતદાન!

0
39

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાંકણે હવે માલધારી સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે અને ઢોર નિયંત્રણ કાયદો લાવ્યા બાદ ગુજરાત સરકારની સામે માલધારી સમાજ નારાજ થઈ ગયો છે અને માલધારી વસાહતો અને પશુપાલન કરતાં માલધારીઓ સામે પોલીસની કનડગત સહિતના મુદ્દાઓના નિરાકરણ મામલે માંગ કરી રહ્યો છે ત્યારે હવે ચૂંટણી આવતા માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જાહેરાત કરી છે કે સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપની વિરોધમાં મતદાન કરનાર છે. આ જાહેરાતને પગલે રાજકીય માહોલ ગરમાયો છે.

માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ જશે તેમ અગેવાને જાહેરાત કરતા હવે વિપક્ષ તેઓના મુદ્દાને ઉઠાવી ચૂંટણીમાં લાભ લે તેવું વાતાવરણ ઉભું થયું છે.
જોકે,ભાજપના આગેવાનો આ મુદ્દે રસ્તો કાઢવા સમજાવટથી કામ લઈ રહયા છે.

મહત્વનું છે કે રાજ્યમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરુ થતા ઢોર પકડવાની આ કામગીરીને લઈ માલધારી સમાજ નારાજ થઈ ગયો હતો અને આ કાયદો રદ કરવા સાથે માલધારી સમાજના પાંચ નેતાઓને ટીકીટ આપવા અગાઉ પણ માંગ થઈ હતી.
રખડતા ઢોર પકડવાની કામગીરી સામે હવે માલધારી સમાજ આંદોલન કરી રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા સહિત ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા મુદ્દે માંગ કરી રહયા છે.