તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડી વિભાગની આઠ ટીમો દ્વારા નુકશાની અંગેની કામગીરી હાથ ધરવામાં આવી

0
24

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડી વિભાગની આઠ ટીમો દ્વારા નુકશાની અંગેની કામગીરી હાથ ધરવામાં આવીઃ

 
પ્રથમ દિવસના સર્વેમાં ઉમરપાડા તાલુકામાં ૯૫ હેકટરમાં નુકશાનીનો સર્વે પૂર્ણઃ
 
જિલ્લા કલેકટરે ખેતીપાકના નુકશાની અંગે આઠ ટીમો અગાઉથી જ તૈયાર રાખવામાં આવી હતીઃ
 
ત્રણ દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશેઃ
 
 રાજય સહિત સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કમોસમી વરસાદ સંદર્ભે આગોતરી જાણ હોવાથી સુરત જિલ્લાના તમામ વિભાગો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા.  
           ગત રોજ ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની સૂચના મુજબ અગાઉથી રચાયેલી કૃષિ વિભાગની આઠ ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે અંદાજીત અસરગ્રસ્ત કુલ ૩૯૫ હેક્ટર વિસ્તાર પૈકી ૯૫ હેક્ટર વિસ્તારનો પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.