તાપમાન નો પારો નીચે જોવાનું નામ જ નથી લેતો

ઉત્તર ગુજરાત ના રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાનનો પારો ગઇકાલે ૪પ ડીગ્રી ની આસપાસ પહોંચી  જતા લોકો અકળાઇ ઉઠયા હતાં. અને બપોરના સમયે તો રસ્‍તાઓ સુમસામ થઇ જતા કરફયુ જેવુ વાતાવરણ છવાઇ જાય છે.

સવારથી શરૂ કરીને આખો દિવસ અસહ્ય ઉકળાટ અને બફારાની અસર સાથે મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.  સવારથી સૂર્ય નીકળતા ની  સાથે જ ગરમીની અસર વર્તાવા લાગે છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ – તેમ ગરમીની અસર વધવા લાગે છે.

કાલે સોમવારે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહયો હતો. સુરેન્‍દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્‍દ્રનગરમાં ગરમી ૪૪.૮ ડીગ્રી નોંધાઇ હતી. તેમ જ રાજકોટમાં પણ ૪૪.૩ ડીગ્રી ગરમી પડી હતી, જયારે અમદાવાદ, ગાંધીનગર અને ડીસા સહિતના શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડીગ્રીની આસપાસ રહ્યો હતો. આકાશમાંથી અંગ દઝાડતી ગરમી પડતી હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત  રહેવાની શકયતા છે. દરમિયાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા જનજીવન પર અસર થઇ હતી.

અમદાવાદમાં સોમવારે ૪૩.૩ ડીગ્રી, ડીસામાં ૪૩, ગાંધીનગરમાં ૪૩, વલ્લભ વિદ્યાનગરમાં ૪૧.૪, વડોદરામાં ૪ર.૪, અમરેલીમાં ૪૩.૮, રાજકોટમાં ૪૪.૮, સુરેન્‍દ્રનગરમાં ૪૪.૮, ભુજમાં ૪૧.૭ ડીગ્રી ગરમી પડી હતી. આ ઉપરાંત સુરતમાં ૩પ, વલસાડમાં ૩૬.૪, ભાવનગરમાં ૩૯.૮, ઓખામાં ૩પ, પોરબંદરમાં ૩૪.૯, વેરાવળમાં ૩ર.૪, મહુવામાં ૩૭.ર, નલિયામાં ૩૭.૬, કંડલા એરપોર્ટ ખાતે ૪૩ તથા કંડલા પોર્ટ ખાતે ૩૯.પ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com