તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે શું હતું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જડબાતોડ જવાબ આપતા તુર્કીની બોલતી બંધ થઇ ગઇ હતી.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધન દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો બાદમાં ભારતે પણ તુર્કીની નબળી નસને દબાવી હતી, તુર્કી જેને તે હંમેશા ટાળવાનો પ્રયાસ કરે છે તે સાયપ્રસનો મુદ્દો ભારતે ઉઠાવતા તુર્કીની બોલતી બંધ થઈ ગઇ હતી.
સાયપ્રસ મુદ્દો હંમેશા તુર્કી માટે માથાનો દુખાવો રહ્યો છે, જેના પર તે જવાબ આપવાથી દૂર રહે છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે મહાસભાની બેઠક બાદ ફરી એકવાર તુર્કીના વિદેશ મંત્રી મેવલુત કાવુસોગ્લુ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ એસ જયશંકરે એક ટ્વિટમાં કહ્યું કે યુક્રેન સંઘર્ષ, ખાદ્ય સુરક્ષા, જી-20 પ્રક્રિયાઓ, વૈશ્વિક વ્યવસ્થા, બિન-જોડાણવાદી આંદોલન અને સાયપ્રસ પર વાતચીત થઈ. અમે સાયપ્રસ મુદ્દાના ઉકેલ વિશે જાણકારી લીધી હતી
સાયપ્રસમાં 1974 થી વિવાદ ચાલી રહ્યો છે અહી તુર્કીએ ટાપુ પર લશ્કરી બળવાના જવાબમાં દેશના ઉત્તરીય ભાગ પર આક્રમણ કર્યું,
જેને ગ્રીક સરકાર દ્વારા ટેકો મળ્યો. ભારત યુએનના ઠરાવો અનુસાર આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરી રહ્યું છે. ભારતની કૂટનીતિને તુર્કીના કાશ્મીરના મુદ્દાનો યોગ્ય જવાબ માનવામાં આવે છે.
Thursday, October 5
Breaking
- ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
- Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
- Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
- IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો