રશિયા માં હાલ માં ભારે ચર્ચા જગાવનાર એવી તુર્કીની રાજધાની અંકારમાં રશિયાના રાજદૂત એન્ડ્રે કોલાર્ફની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે.ગોળી લાગ્યા બાદ તેઓ ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રશિયન ટીવી અનુસાર એન્ડ્રે તુર્કીની રાજધાની અંકારામાં એક એક્ઝિબીશનમાં ભાગ લેવા ગયા હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી આ ઘટના અંગે રશિયા ના રાષ્ટ્રપતિ પુતીને જણાવ્યું કે તેવો દ્વારા હાલ માં સીરિયા માં ચાલી રહેલા સંકટ માટે કામ કરવામાં આવી રહ્યું છે તેવા સમયે બનેલી આ ઘટના સૂચક છે, પુતીને પોતાની પ્રતિક્રિયા માં ઘટના ને અંજામ આપનાર કોણ છે તેની પૂરતી તપાસ ઉપર ભાર મુક્યો છે.