દમણમાં દારૂનું વેચાણ બંધ કરવા પ્રશાસનનો નિર્ણય : બંધાણીઓમાં સ્ટોક કરવા પડાપડી

0
55

ગુજરાતમાં ચૂંટણીઓને ધ્યાને રાખી સંઘપ્રદેશ દાનહ-દમણ પ્રશાસને નોટિફિકેશન બહાર પાડીને  સંઘપ્રદેશ દમણ-સેલવાસના તમામ બાર અને વાઇન શોપ બંધ રાખવા આદેશ કર્યો છે.

જોકે,આટલા દિવસ દારૂના બાર બંધ રહેવાના હોય દારૂનું છુટક વેચાણ કરતા લોકો અને રોજ દારૂ પીવાની ટેવ ધરાવતા બંધાણીઓ એ દારૂનો સ્ટોક જમા કરવાની મથામણ શરૂ કરી છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન વિભાગના જોઇન્ટ સેક્રેટરી કરણજીત વડોદરિયા દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં તા. 29મી નવેમ્બર મંગળવારે સાંજે 6 વાગ્યાથી ગુરૂવાર અને બીજા તબક્કામાં 3જી ડિસેમ્બર શનિવાર સાંજે 6 વાગ્યાથી 5મી ડિસેમ્બર સોમવાર સાંજે 6 વાગ્યા સુધી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત મત ગણતરી 10 મી ડિસેમ્બર પણ આખો દિવસ બાર અને વાઇનશોપ બંધ રાખવાના આદેશ કરાયા છે.
આમ,ગુજરાતમાં ચુંટણીઓ ને લઈ દારૂનું વેચાણ બંધ રાખવાના આદેશ બાદ બંધાણીઓમાં દારુનો સ્ટોક કરવામાં પડ્યા છે.