ગુજરાતમાં દારૂબંધી ને લઈ દારૂ ખુબજ મોંઘો મળી રહ્યો છે ત્યારે પીવાના શોખીનો સંઘ પ્રદેશ દમણ માં જઈ દારૂ ની મોજ માણી આવે છે પણ દારૂ ના શોખીનો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અને તે છે દમણ માં દારૂબંધી..જીહા આગામી ચુંટણીઓ ને ધ્યાને લઈ દમણ માં શુક્રવાર સાંજ થી રવિવાર સુધી દારૂ વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
વિગતો મુજબ દાદરા,નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને ગુજરાતમાં રવિવારે યોજાનારી 81 નગર પાલિકા,31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી એક નોટિફિકેશન જારી કરીને દાદરા,નગર હવેલી અને દમણ-દીવમાં તમામ પ્રકારના લિકર ઉત્પાદક અને જથ્થાબંધ, છૂટક દારૂ વેચતા વિક્રેતાઓ અને બાર માલિકો ને આગામી બે દિવસ તા. 26/02/2021 શુક્રવાર સાંજે 06:00 થી 28/02/2021 રવિવાર સાંજે 06:00 સુધી દારૂ વેચાણ બંધ રાખવા આદેશ કર્યો છે, જેથી ગુજરાતમાં શાંતિ પૂર્ણ મતદાતાઓ મતદાન કરી શકે અને કોઈ અનઇચ્છનીય ઘટના ગુજરાતમાં ના ઘટે,
ગુજરાત રાજ્ય દાદરા,નગર હવેલી અને દમણ-દીવથી ઘેરાયેલ રાજ્ય હોય જેથી દ્દદરા,નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને ગુજરાતની ચૂંટણી સમયે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જો આ દિવસો માં જો દમણ માં પીવા જવાનો પ્લાન બનાવતા હોય તો મુલતવી રાખજો.