દાઉદ ગેંગ હવે જૂની બિલ્ડિંગ તોડવાના કોન્ટ્રાકટ લે છે!ભારતમાં બનેલી કેન્સરની દવાનો ચીનમાં ધંધો કરે છે!

0
46

જમાનો બદલાઈ ગયો છે,હવે શહેરોમાં ગલી ગલી એ CCTV કેમેરા લાગી ગયા છે,દરેક વ્યક્તિ પાસે આધુનિક મોબાઈલ આવી ગયા છે અને લોકેશન ટ્રેક કરી શકાય છે,ગુનેગારો માટે માઠા દિવસો આવી ગયા છે અને તેથીજ હવે ખુલ્લેઆમ રોલા પાડવા અઘરા બની ગયા છે.
મુંબઈની વાત કરવામાં આવેતો અહીં અગાઉ બદમાશો હપ્તા વસૂલી માટે વેપારીઓ પાસે જતા હતા. ધાકધમકી આપી પૈસા વસૂલતા હતા. મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં D-કંપની સહિત અન્ય ગુંડાઓનો સતત ડર હતો પણ હવે સમય બદલાતા બધું પૂરું થઈ ગયું છે આ બધું હવે માત્ર ફિલ્મોના પરદા ઉપર જોવા મળે છે પણ હકીકતમાં નહિ!

મુંબઈમાં એક સમયે ખંડણી,જમીન ઉપર કબ્જો,સેટલમેન્ટ, ડ્રગ્સ અને સ્મગલિંગ મારફત આતંક ફેલાવનારા દાઉદના ધંધા હવે બદલાઈ ગયા છે.

હવેતો વૃદ્ધ થયેલા દાઉદે પણ આવા ધંધાઓથી અંતર બનાવી લીધું છે અને આ જ કારણ છે કે મુંબઈમાં 2001 પછી કોઈ ગેંગવોર થઈ નથી. D-કંપનીએ હવે જમીન અને મકાન પ્રોજેક્ટ્સમાં રોકાણ, મની લોન્ડરિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા પૈસા કમાઈ રહ્યા છે,આ ગેંગનો નકલી નોટોનો ધંધો પણ ચાલુ છે.
ઉપરાંત ભારતમાં બનેલી કેન્સરની દવાઓનું ચીન અને અન્ય દેશોમાં સ્મગલિંગ કરે છે. ચીનમાં ભારતીય દવાઓની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ છે.
ચીનમાં કેન્સરના દર્દીની દવાઓ પર વાર્ષિક 35 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે જે ભારત કરતાં 10 ગણો વધારે છે,જેનો ફાયદો ઉઠાવી દાઉદ ગેંગ ચીનમાં ભારતીય દવાઓનું સ્મગલિંગ કરી રહી છે.

આ સિવાય દાઉદના માણસો મુંબઈની જૂની ઈમારતો તોડવાનો કોન્ટ્રાક્ટ લઈ રહયા છે જેમાં ડિમોલિશનના પૈસા પણ મળે છે અને ભંગાર મટિરિયલ પણ માર્કેટમાં વેચી કમાઈ રહયા છે.
જો કે, ડ્રગ્સ અને સોના-ચાંદીનું સ્મગલિંગ હજુ પણ તેનો મુખ્ય વ્યવસાય ચાલુ છે.

ઈન્ટેલિજન્સ બ્યુરોથી લઈને NIA, રેવન્યુ ઈન્ટેલિજન્સ, કસ્ટમ, મિલિટરી ઈન્ટેલિજન્સ, સ્ટેટ ઈન્ટેલિજન્સ સહિત તમામ મલ્ટી ઈન્ટેલિજન્સ યુનિટની બેઠકમાં ખુલાસો થયો છે કે D-કંપનીના લોકો ભારતમાંથી સ્માર્ટફોનની ચોરી કરીને બાંગ્લાદેશ અને નેપાળ અને પછી પાકિસ્તાન મોકલે છે.
આ પછી પાકિસ્તાનમાં એક IMEI નંબર સાથે 40 થી 50 ક્લોન ફોન બને છે.
ભારતમાં તેનો ઉપયોગ ખંડણી, ધમકી આપવી, ફેક કરન્સી રેકેટ, ડ્રગ ટ્રાફિકિંગ અને અન્ય ટેરર ઓપરેશન્સમાં થતો હોવાની વાતનો પણ ખુલાસો થયો છે.