સાંસદ મોહન ડેલકરે મુંબઇ ની મરીન ડ્રાઇવ સ્થિત હોટલ સી-ગ્રીન માં પાંચમા માળે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે મોહન ડેલકર ના મૃતદેહ ને આજરોજ સેલવાસ લવાયા બાદ સવારે આદિવાસી ભવન ખાતે અંતિમ દર્શન માટે રાખવા માં આવ્યો હતો અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાને લઈ જવાયા બાદ અંતિમ યાત્રા માં જોડાવા મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને આખું દાદરા નગર હવેલી સજજડ બંધ રહ્યું હતું.
મોહન ડેલકર ની ચીર વિદાય થી દાદરા નગર હવેલી માં લોકો માં શોક ની લાગણી ફેલાઇ ગઇ છે અને લોકો માં આક્રોશ ની લાગણી પણ જોવા મળી રહી છે અને આ ઘટના માં લોકો તપાસ ની માંગણી કરી રહ્યા છે.
દરમ્યાન મોહન ડેલકર ના પુત્ર અભિનવ ડેલકરે અશ્રુભીની આંખે જણાવ્યું કે પોતાના પિતા એ જનતા ની સેવા કરી છે અને બલિદાન આપ્યું છે તેઓ નું બલિદાન એળે નહિ જાય અને જે પણ લોકો જવાબદાર છે તેઓ ને સજા થાય તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના માં પોલીસ ને 6 પાના ની સુસાઇડ મળી આવી છે અને આ સુસાઇડ નોટ માં 40 લોકો ના નામ હોવાની વાત ચર્ચાઈ રહી છે.
સાંસદ મોહન ડેલકર ના ચુસ્ત ટેકેદારો સામે કાર્યવાહી કરાઈ રહી હતી અને તેઓ ઉપર અધિકારીઓ નું ભારે પ્રેશર હતું દરમિયાન ડેલકર હાઇકોટઁમાં પાસા અંગે દાખલ કરેલી પિટીશન અંગે સુનાવણી માટે ગયા હતા, જ્યાં હોટલ માં રોકાણ દરમ્યાન કથિત ત્રાસ ને લઈ તેઓ એ આત્મહત્યા કરી લેતા ભારે સનસનાટી મચી ગઇ છે.