રાજ્યમાં દારૂબંધી હઠવવા મુદ્દે કેટલાક લોકો સક્રિય થયા છે અને રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ નાગરિક પોતાના ઘરમાં બીજાને ખલેલ ન પહોંચે તેવી પ્રવૃત્તિ કરવાની છૂટ દરેક રાજ્યોમાં છે તો ગુજરાતમાં કેમ નહિ તેવા સવાલોને લઈ પ્રોહિબિશન ફ્રી ગુજરાત નામનું સંગઠન હાઈકોર્ટમાં પણ લડાઇ લડી રહ્યું છે.
તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દારૂબંધીના કારણે 1 લાખ કરોડ જેવી મોટી રકમની આવક ગુમાવી રહ્યું છે આ મુદ્દે આ સંગઠને જુદા જુદા રાજકીય પક્ષના વલણનો અભ્યાસ કર્યો હતો જેમાં કેટલાક રાજકીય પક્ષો દારૂબંધી હટાવવા અંદરખાને સંમત થયા પણ જાહેરમાં કોઈ રાજકીય પક્ષ આગળ નહિ આવતા દારૂબંધી મુક્ત ગુજરાત સંગઠને નાગરિકો-ખેડૂતોના હિતમાં નોટાને મત આપવા અપીલ કરી હતી.
13 વર્ષથી કાર્યરત આ સંગઠનમાં હાલ 1.50 લાખ ઉપરાંત સભ્યો સક્રિય રીતે જોડાયેલા છે
હાલ ચૂંટણીના સમયમાં જુદા જુદા રાજકીય પક્ષોનું દારૂબંધી હટાવોના મુદ્દે ઉદાસીન વલણ અને નિયમોમાં ફેરફાર કરવાની માગ સાથે સંગઠનના સ્થાપક રાજીવ પટેલે નોટાને મત આપવા અપીલ કરતા 1.26 લાખથી વધુ લોકોએ ઓનલાઇન સોગંદ લઈ નોટાને મત આપવાનો નિર્ણય લીધો છે.