સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં આમ આદમી પાર્ટી (AAP) કાર્યકર ચરણપ્રીત સિંહની ધરપકડ કરી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં રહેતો ચરણપ્રીત સિંહ આંગડિયાઓ (હવાલા ઓપરેટરો) પાસેથી પૈસા એકઠા કરી રહ્યો હતો અને પાર્ટીના 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા ખર્ચ માટે તેનું વિતરણ કરી રહ્યો હતો.
ગયા અઠવાડિયે, CBIએ અરવિંદ કુમાર સિંઘ નામના મીડિયા એક્ઝિક્યુટિવની કથિત રીતે રથ મીડિયાને 17 કરોડ ટ્રાન્સફર કરવા બદલ ધરપકડ કરી હતી, જેણે ગોવાની ચૂંટણી દરમિયાન AAP માટે આઉટડોર જાહેરાત ઝુંબેશનું સંચાલન કર્યું હતું. ચરણપ્રીત સિંહે કથિત રીતે વિતરણ માટે 17 કરોડ રૂપિયાની રકમનો એક હિસ્સો સંભાળ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તે હવાલા ઓપરેટરો પાસેથી નાણાં એકત્ર કરવા અને ઝુંબેશના હેતુઓ માટે વહેંચવા માટે અધિકૃત વ્યક્તિઓમાંના એક હતા. સીબીઆઈ એફઆઈઆરમાં આરોપ છે કે 2021-22ની દિલ્હી એક્સાઈઝ પોલિસીએ દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોની તરફેણ કરી હતી. આ માટે ડીલરોને કથિત રીતે લાંચ આપવામાં આવી હતી. સત્તાધારી AAPએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આબકારી નીતિમાં ફેરફાર, લાયસન્સધારકોને અનુચિત લાભ આપવા, લાઇસન્સ ફીમાં મુક્તિ/ઘટાડો, મંજૂરી વિના એલ-1 લાયસન્સનું વિસ્તરણ વગેરે સહિતની અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ કૃત્યોને કારણે સંબંધિત જાહેર સેવકોને ખાનગી પક્ષો દ્વારા તેમના હિસાબના ચોપડામાં ખોટી એન્ટ્રી કરીને ગેરકાયદેસર લાભ પહોંચાડવામાં આવ્યો હતો. ,