દિલ્હી માં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ઘુસી જઇ રેલી બેકાબુ બની જતા ભારે અફડા તફડી નો માહોલ છે.
સરકારે તાત્કાલીક ઈમરજન્સી બેઠક બોલાવી છે અને પ્રથમ તબક્કા માં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સિંધુ, ટીકરી, ગાઝીપુર બોર્ડરની સાથે મુકરબા ચોક અને નાંગલોઈ વિસ્તારમાં ઈન્ટરનેટ સર્વિસ આજે રાત્રે 12 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. આ દરેક એવા પોઈન્ટ છે જ્યાં આંદોલન કારીઓ ની સંખ્યા વધુ છે. બીજી બાજુ દિલ્હી મેટ્રો એડ્મિને ITO, દિલશાદ ગાર્ડન, ઝિલમિલ, માનસરોવર પાર્ક અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન બંધ કરી પ્રોટેક્શન વધારાયું છે.
અગાઉ ખેડૂત આગેવાનો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની ખાત્રી અપાઈ હતી, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ રોષે ભરાઈ ગયા હતા અને અંધાધૂંધી ફેલાવતા ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારબાદ પોલીસે જે રૂટ આપ્યો હતો તે બાજુ નહિ જઇ ખેડૂતો લાલ કિલ્લા તરફ અને ઈન્ડિયા ગેટ પર તરફ આગળ વધી જતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું અને લાઠીચાર્જ તેમજ પથ્થરમારા માં ધણાં કિસાનો અને પોલીસકર્મીઓ ઘાયલ ITO પર પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો તો ખેડૂતોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઝપાઝપીમાં ઘણાં ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ખેડૂતોએ ટ્રેક્ટર દોડાવ્યા તો પોલીસે પીછેહટ પણ કરવી પડી. પોલીસકર્મી ભાગીને આજુબાજુની ઈમારતમાં ઘુસી ગયા અને ત્યાંથી તેમણે ખેડૂતો પર ટિયરગેસ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓએ એક પોલીસને ઘેરીને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. હોબાળાને ધ્યાનમાં રાખીને ITO મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે.
નાંગલોઈમાં ખેડૂતોને રોકવા માટે પોલીસ રસ્તા પર બેસી ગઈ. તેમાં મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ હતી. ખેડૂતો ના માન્યા તો પોલીસે લાઠી ચાર્જ કર્યો.
ગાઝીપુર બોર્ડરથી નીકળેલા કાફલાના કારણે ITO પર ચક્કાજામ થઈ ગયો હતો. અહીં પ્રદર્શનકારીઓએ વાહનો પર પથ્થરમારા પણ કર્યા હતા. સિંધુથી નીકળેલા ખેડૂતોએ પણ ઘણી જગ્યા પથ્થરમારો કર્યો હતો.
મુકરબા ચોક પાસે ખેડૂતો જ્યારે પોલીસે આપેલો રુટ તોડીને ISBT તરફ આગળ વધવા લાગ્યા તો પોલીસે ટિયર ગેસ છોડીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખેડૂતો બેરિકેડ્સ તોડીને આગળ વધ્યા હતા. ખેડૂતોએ પોલીસની ગાડી સહિત DTCની ઘણી બસોના પણ કાચ તોડી નાખ્યા હતા.