Loading...
દિલ્હી માં ખેડૂતો ની ટ્રેક્ટર રેલી થયેલી હિંસા અને ઝંડો ફરકાવવા ની ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગંભીરતાથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્રએ તત્કાળ 15 જેટલી અર્ધસૈનિક દળોની ટુકડીઓ ગોઠવી દેવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલય ની આ બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારી સામેલ થાય હતાં. બેઠકમાં દિલ્હી-NCRમાં થયેલી હિંસાની જાણકારી મેળવવામાં આવી હતી. વધારાના સુરક્ષાદળોને એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપતા તંત્ર હવે એક્શન માં આવી ગયું છે, દિલ્હી માં અફવાઓ નું બજાર રોકવા માટે તત્કાળ ઇન્ટર નેટ બંધ કરી દેવામાં આવ્યુ છે.