દીક્ષા નગરી સુરતમાં કરોડપતિ પરીવારના 15 વર્ષથી નાના ભાઈ-બહેને લીધી દીક્ષા

તેઓની શોભાયાત્રા સુરતના સમતાભવનથી નીકળી અગ્રસેન ભવન સુધી સમાપ્ત કરવામાં આવી હતી.

દીક્ષા નગરી સુરતમાં ફરી એક વખત સગા ભાઈ-બહેન દીક્ષા લેશે, શહેરના કપડા વેપારી નિર્મલ મારુનાં બે બાળકો ફેબ્રુઆરીના રાજસ્થાનના ઉદયપુરમાં આચાર્ય રામલાલ મહારાજના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે. તેઓની શોભાયાત્રા સુરતના સમતાભવનથી નીકળી અગ્રસેન ભવન સુધી સમાપ્ત કરવામાં આવી હતી..

સુરતના કાપડ વેપારી નિર્મલને બે બાળકો છે, નીરજ મારુ 13 વર્ષીય અને 11 વર્ષીય સમતા બંન્ને ભાઈ બહેને નાની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે કરોડપતિ સમૃદ્ધ પરિવાર હોવા છતાં બંને મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. સમતા અને નીરજ બંન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. નીરજ ધોરણ 7માં એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યું હતું અને સમતાએ પણ ધોરણ પાંચમાં એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યો છે. જોકે, બંન્ને ભણતર છોડી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે સમતા અને નીરજ સુરતમાં આયોજીત આચાર્ય રામલાલ મહારાજના શિબિરમાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com