દીપિકા-રણવીરના લગ્નની પ્રથમ તસવીર આવી સામે, આ વિધીથી કર્યા લગ્ન

વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો.

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે.

પરંપારિક રીતી-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર તસવીરો જાહેર કરી છે. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ કપલના લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ સુધી આવ્યા હતાં.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com