દુબઈથી સુરત એરપોર્ટ ઉપર ઉતરેલા યુવાન મુસાફરની ગુદામાંથી મળ્યું સોનુ!!

0
44

દુબઇથી સુરતમાં મોટાપાયે સોનાની દાણચોરી થઈ રહી હોવાની વાત વચ્ચે દુબઈમાં ડયુટી ફ્રી સોનુ સ્મગલિંગ મારફત સુરતમાં આવી રહ્યું છે ત્યારે શારજાહથી સુરત આવતી ફલાઇટમાં એક મુસાફર સોનુ લાવી રહ્યો હોવાની સુરત કસ્ટમ વિભાગને બાતમી મળતા અધિકારીઓએ અંદાજે રૂ.28 લાખની કિંમતના મનાતા 460 ગ્રામ સોનાના જથ્થા સાથે યુવકને ઝડપી લીધો હતો.પકડી પાડયુ હતુ.
સુરત સોનુ લાવનાર શકમંદ આ સોનુ કોને આપવાનો હતો તેની હજુ તપાસ કરવામાં આવી રહી છે.

જોકે બીજી તરફ રૂપિયા 50 લાખથી વધુની કિંમતનું સોનુ ન હોય તો ક્સ્ટમ કે ડીઆરઆઇ સોનુ લાવનારની ધરપકડ કરી શકતું નથી તેથી તેને જવા દેવાયો હતો.
સોનાની કિંમત 50 લાખથી ઓછી જ રાખવામાં આવે છે જેથી ધરપકડ ન થાય.

કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર શારજાહથી આવતી ફ્લાઇટમાં એક મુસાફર ગુદામાર્ગ મારફતે સોનુ લાવી રહ્યો છે. ફ્લાઇટ સુરત આવતા જ યુવાનને અટકાવવામા આવ્યો હતો તેની તપાસ કરતા ગુદામાર્ગ માથી ત્રણ કેપ્સ્યુલમાં લિકવિડ રૂપે સોનુ મળી આવ્યું હતુ.