12 C
Ahmedabad
Friday, January 28, 2022

દુબઈ ના શરાફ ગ્રુપે ગુજરાત માં લોજિસ્ટિક પાર્ક માટે કર્યા કરાર, 19 ઉદ્યોગકારોએ રાજ્ય માં મૂડીરોકાણ માટે કર્યા MOU

Must read

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં મુડી રોકાણ માટે મુખ્યમંત્રીએ દુબઈના 19 જેટલા ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં ત્યાંના પ્રતિષ્ઠિત શરાફ ગ્રૂપે રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક સ્થાપવા ઉત્સુકતા દર્શાવી છે. દાખવ્યો હતો. દરમ્યાન અન્ય જે MOU થયા છે તેમાં મુખ્યત્વે શરાફ ગૃપ, અલ્ફનાર ગૃપ, લુલુ ગૃપ, ટ્રાન્સવર્લ્ડ, કોનારેસ ગૃપ, નરોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા દુબઈ ના પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ એ રસ દાખવ્યો છે.અલ્ફનાર ગૃપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા 300 મેગાવોટના વીન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના MOU થયા હતા. ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો છે. તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજિરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે, કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટેના થયા છે.
મુખ્યમંત્રીએ રોડ-શૉ માં હાજર રહેલા દુબઇના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં જોડાવાનું આમંત્રણ અપાયું હતું.
ધોલેરા SIR, ગિફ્ટ સીટી, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટેના આ ત્રણેય પ્રોજેક્ટ્સની વિસ્તૃત છણાવટ કરી આવા ફયુચરિસ્ટિક પ્રોજેકટ્સના પાયામાં ગુજરાતને વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજ્જ કરવા યુ.એ.ઇ ના ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article