દૂરદર્શન ના કર્મચારી નું અકસ્માત માં કરુંણ મોત..

આજે સવારે બગોદરા ધંધુકા હાઈવે પરના જૈન દેરાકાર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકરે લેતા દૂરદર્શન ચેનલ માં ફરજ પર જઈ રહેલ કર્મચારીને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજયું હોવાનો બનાવ બન્યો હતો
બગોદરા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે સને ગફલતાઈપુર્વકનું વાહન હંકારી જતા બાઈક નં. જી.જેે.૦૧ એલએફ ૭૧૯ને ટકકર મારતા બાઈક પર સવાર ઘનશ્યામભાઈ બાબુસિંહ સેંઘર જેઓ રોડ પર પટકાઈ જતાં  તેમના શરીરે નાની મોટી ઈજાઓ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. તો અકસ્માત સર્જનાર વાહન ચાલક વાહન લાઈ ભાંગી છુટયો હતો.
અકસ્માત ઘટનાની જાણ થતા બગોદરા ૧૦૮ના કર્મચારીઓ તથા પોલીસ દોડી આવી હતી. પરંતુ ગંભીર ઈજાઓના કારણે આ દુરદર્શન ના ધંધુકાના ટેકનિશિયન કર્મચારીએ દમ તોડયો હતો. આ અકસ્માત ઘટના સંદર્ભે બગોદરા પોલીસમાં ખુશ્બુબેન ઘનશ્યામભાઈ સેઘર રહે. આસોપાલવન બંગલોઝ, રાધે એપાર્ટમેન્ટ, થલતેજ, અમદાવાદનાને આધારે ફરિયાદ આપી હતી. અજાણ્યા વાહન ચાલક સાથે ફરિયાદ નોંધી જે અંગેની વધુ તપાસ બગોદરા પોલીસ ચલાવી રહી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com