દેવાયતની દાદાગીરી ; શુ હતો આખો મામલો ? મયુર સિંહે પોલીસમાં અગાઉ દેવાયત વિરુદ્ધ અરજી આપી હતી ?શુ હતી અરજી ?આ વાંચો

0
60

 

દેવાયતે મયુરસિંહને અગાઉ ધમકી અપાઇ હોવા મામલે પોલીસમાં અરજી પણ થઈ હતી ! પોલીસે પગલાં કેમ ન લીધા ?લોકોમાં એકજ ચર્ચા 

રાજકોટમાં લોકગાયક કલાકાર દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવે છે અને એકાએક ગાડીમાંથી ધોકા સાથે ઉતરી રસ્તા ઉપર ચાલતા જઈ રહેલા એકલા અને કોઈ હથિયાર વગરના મયુરસિંહ રાણા નામના યુવાન પર દેવાયત ખવડ અને બીજો એક શખ્સ ધોકા લઈ તૂટી પડે છે અને ઉપરા ઉપરી 31 ફટકા મારે છે અને લોકો એકત્ર થઈ જતા બન્ને ભાગી છૂટે છે જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે.
આ દ્રશ્યો ટીવી ઉપર વારંવાર બતાવવામાં આવી રહયા છે.

આ ઘટના પાછળ જૂની અદાવત હોવાની વાત સામે આવી છે જેમાં
આજથી બે મહિના અગાઉ મયુરસિંહે પોલીસમાં દેવાયત વિરુદ્ધ અરજી પણ કરી હતી જેમાં જણાવાયા મુજબ , હું તા.23/09/2021ના ૨ોજ રાત્રે કૌટુંબીક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદેસર ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા.જેથી અમોએ દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતા નશા ધૂત દેવાયતે મને ૨ીવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે,’ તારાથી થાય તે કરી લે ગાડી ત્યાથી નહી હટે.
પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુન્હામાં ફીટ કરાવી દઈશ.’ આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી.
પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતીના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.

વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, પરંતુ દેવાયત ખવડ સમાધાનના થોડા સમય બાદ અમો જયારે અમારા કૌટુંબીક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે તોછડાઈ પૂર્વક વર્તન કર્યું હતું અને રીવોલ્વોર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આટલેથી ન અટકતા પ્રસંગોપાત જ્ઞાતીના સમારોહમાં અમો બન્ને સામ સામે આવીએ ત્યારે પણ દેવાયત ખવડ મને અપમાનીત કરત વર્તન કર્યું છે. ખવડ અને તેના સાગરીતોના ત્રાસથી હું નહીં તેના પાડોશી પણ ત્રાસેલા છે. તે આવનાર નશો કરીને લોકો સાથે ઝઘડે છે.

વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, તે મહિલાઓની છેડતી પણ કરે છે. અમે પોલીસમાં અનેક ફરિયાદ કરી પરંતુ દેવાયત ખવડ ગુજરાતનો લોકસાહીત્ય કલાકાર હોય, નામચીન વ્યકિત હોવાના કારણે પોલીસમાં પોતાની સારીએવી વગ ધરાવતો હોવાના કારણે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં સામે આવીને ફરીયાદ કરતુ નથી અને તે કા૨ણે દેવાયત ખવડ આજે બેફામ બન્યો છે. તેથી તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી મારી માંગ છે.

ઉલ્લેખનીય છે કે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી અને બંને દ્વારા પોલીસમાં ધાક ધમકી અંગે અરજી આપવામાં આવી હતી. રવિરત્ન પાર્ક ખાતે દેવાયત ખવડના ઘર નજીક વાહન રાખવા બાબતે પાડોશી સાથે બોલાચાલી થઇ હતી જે બાબતનું મનદુઃખ ચાલતું હોય જેથી આજે બપોરના સમયે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે અરજી આધારે પોલીસે કોઈ ફરિયાદ નોંધી કાર્યવાહી નહિ કરતા આ ઘટના બની હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.