દેશના કેટલાક રાજ્યોમાં ઝીકા વાયરસની પૃષ્ટી ; ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ વધ્યા

0
50

દેશમાં ઝીકા વાયરસના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ઝીકા વાયરસના ફેલાવાને લગતા પુરાવા મળ્યા છે, જેના આધારે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા છે અને આવા રાજ્યોને તાત્કાલિક આ અંગે જાણ કરી વાયરસ ફેલાતો અટકાવવા જરૂરી પગલાં ભરવા તાકીદ કરી છે.

નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) હેઠળ દેશના વિવિધ કેન્દ્રોએ શોધી કાઢ્યું છે કે ઝીકા વાયરસ એક કે બે નહીં પરંતુ દેશના ઘણા ભાગોમાં હાજર છે. આ ચેપની સાથે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ વધ્યા છે.

ઝિકા-ડેન્ગ્યુ, ઝીકા-ચિકનગુનિયા અને ડેન્ગ્યુ-ચિકનગુનિયા અને ઝિકા ત્રણેય એકસાથે જોવા મળતા જો સાવચેતી રાખવામાં ન આવેતોઆગામી દિવસોમાં આ ફેલાવો વધી શકે છે જે દેશ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી શકે છે.