નવીદિલ્હી, તા.૧૨ : વડાપ્રધાન મોદીએ નોટબંધી બાદ બેંકોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ માટે ગુપ્ત રાહે ૫૦૦થી વધુ પ્રાઈવેટ અને સરકારી બેંકોની શાખાની રેકી તથા સ્ટિંગ ઓપરેશન કરાવ્યાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. સુત્રોનું માનીએ તો નાણાં મંત્રાલય પાસે આવા સ્ટિંગ ઓપરેશનની આશરે ૪૦૦ સીડી પહોંચી પણ ચૂંકી છે અને સરકાર આવી બેંકો અને તેના અધિકારીઓ પર આકરા પગલા લેવાની તૈયારી કરી રહી છે. અહેવાલો પ્રમાણે આ સીડીમાં બેંક કર્મચારીઓ, દલાલો અને કૌભાંડીઓ દ્વારા બેંકમાંથી જ પરબારા નાણાં બદલીના ખેલના સબુત પણ સાંપડ્યા છે. રેવન્યુ ઈન્ટેલિજન્સનું માવનું છે કે જો બેંકોમાં ગેરરીતી આચરવામાં ન આવતી હોય તો લોકો આ પ્રકારની તકલીફ પડી શકે નહીં. જેથી સરકારે પોતાના ગુપ્તચર વિભાગને આ દેશવ્યાપી કૌભાંડના પર્દાફાશની જવાબદારી સોંપી છે. ત્યારે હવે સરકાર પ્રાઈવેટ કે સરકારી બેંકો સાથે જોડાયેલા એવા મોટા અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવા તૈયારી કરી છે જેમણે કાળા નાણાંને સફેદ કરવાના આ કૌભાંડમાં ભાગ ભજવ્યો છે. નોંધનીય છે કે પાછલા ૨ દિવસમાં જ વિવિધ બેંકોમાં ચાલતા આ ગોરખધંધા પર રેડ પાડવામાં આવી છે અને આવી રેડમાં ૨૦૦ કરોડ જેટલી રકમ જપ્ત કરાઈ છે. સરકારના આ સ્ટિંગ ઓપરેશનમાં મેટ્રો તેમજ નાના શહેરીની બેંકોની શાખાઓનો પણ સમાવેશ કરાવામાં આવ્યો છે. ૮ નવેમ્બરથી આર્થિક કટોકટી જેવી સ્થિતિનો સામનો કરી રહેલી સામાન્ય જનતાને વડાપ્રધાન મોદીએ ખુદ ૩૦ ડિસેમ્બર સુધી મુશ્કેલી સહન કરી સાથ આપવાની અપીલ કરી હતી. તેમજ સુપ્રીમ કોર્ટમાં પણ તાજેતરમાં સરકાર જણાવી ચુકી છે કે નોટબંધીથી ઉભી થયેલી રોકડની અછત વધુમાં વધુ આગામી ૧૫ દિવસ સુધી રહેશે ત્યારબાદ સ્થિતિ સામાન્ય થઈ જશે. એવા સમયે હવે સરકાર આવા ગોરખધંધા કરનારા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને દલાલો પર આકરા હાથે તુટી પડશે તેવા સ્પષ્ટ સંકેતો વડાપ્રધાન મોદીએ આપ્યા છે. સરકારી તપાસ એજન્સીઓ ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ વિભાગે સંયુક્ત પણ આ દિશામાં તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે જ આવા આરોપસર દિલ્હીના કશ્મીર ગેટ સ્થિત એક્સિસ બેન્કના મેનેજનર શોભિત સિન્હા અને અન્ય એક કર્મચારી વિનીત ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
દેશની ૫૦૦ બેન્કોમાં સ્ટિંગ ઓપરેશનની કામગીરી પૂરી નોટબંધીના નિર્ણય બાદ : બેંકોમાં ચાલતા ગોરખધંધાના અહેવાલ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ બેકોમાં કરાવ્યુ ઓપરેશન : બેંકરોમાં ખળભળાટ
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.