દેશભરમાં PFI નેતાઓ સામે મોટી કાર્યવાહી, NIA અને EDના દરોડા; 100ની ધરપકડ

0
40

આતંકવાદીઓની કમર તોડવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે તામિલનાડુ, કેરળ સહિત 10 રાજ્યોમાં PFI સ્થાનો પર દરોડા પાડ્યા હતા.

દેશભરમાં PFI નેતાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે NIA અને EDની ટીમે રાજ્ય પોલીસ સાથે મળીને દસ રાજ્યોમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી. NIAએ તામિલનાડુમાં કોઈમ્બતુર, કુડ્ડલોર, રામનાદ, ડીંદુગલ, થેની અને થેંકસી સહિત અનેક સ્થળોએ PFIના પદાધિકારીઓના ઘરોની તપાસ કરી હતી. પુરસાવક્કમ સ્થિત ચેન્નાઈ PFIની સ્ટેટ હેડ ઓફિસ પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે દેશભરમાં PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. દેશના 10 રાજ્યોમાં, NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેના 100 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી છે. NIA અને EDના રડાર પર PFIના અધ્યક્ષ OMA સલામ પણ છે, જેમના ઘરે અડધી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા.