દેશમાં ચાર કરોડ યુવકો બેરોજગાર છે 200 મિલિયન લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે !

0
52

દેશમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અને આવકની અસમાનતા અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ ચિંતા વ્યક્ત કરી જણાવ્યુ કે દેશ સામે ગરીબી એક મોટો પડકાર છે.

હોસબાલેએ સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચ (SJM) દ્વારા આયોજિત વેબિનારમાં કહ્યું કે
દેશમાં 200 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને 23 કરોડ લોકો પ્રતિદિન 375 રૂપિયાથી પણ ઓછી આવક મેળવી રહ્યા છે જેની સામે મોંઘવારીમાં પૂરું પડે નહિ.

દેશમાં ચાર કરોડ બેરોજગાર છે, જેમાંથી 2.2 કરોડ ગ્રામીણ વિસ્તારોમાં અને 1.8 કરોડ શહેરી વિસ્તારોમાં બેરોજગાર છે. લેબર ફોર્સ સર્વેમાં બેરોજગારીનો દર 7.6 ટકા દર્શાવવામાં આવ્યો છે.
આમ આરએસએસ દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરી તે માટેના ઉપાયો કરવા ઉપર ભાર મૂક્યો હતો.