દેશમાં 66 % લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ : પાંચ વ્યક્તિના પરિવારનો માસીક ખર્ચ રૂ.30,000 : પગાર ઓછા અને ખર્ચ વધ્યો !

0
91

દેશમાં મોંઘવારીનો લોકો સામનો કરી રહ્યા છે અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે,આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્ર પર એક સરવેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે,સામાન્ય માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે.

IANS- સી વોટર દ્વારા કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે , દેશમાં 66 % લોકોને માસિક ઘરખર્ચ કરવામાં ખૂબ મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો છે.

આ સર્વે પ્રમાણે 51.5 % લોકોએ કહ્યું કે,ચાર લોકોના એક પરિવારે સામાન્ય જીવન જીવવા માટે દર મહિને રૂ . 20 હજારથી વધુ રૂપિયાની જરૂર પડે છે. આ ઉપરાંત 23.6 % લોકોએ કહ્યું કે , ચાર વ્યક્તિના એક પરિવારનું ગુજરાન ચલાવવા દર મહિને રૂ .20 થી 30 હજારની માસિક આવક જરૂરી છે . 75.8 % ભારતીયોએ માન્યું કે,હાલ દેશનો આર્થિક માહોલ નકારાત્મક છે , જ્યારે 2013 માં 72 % એ માન્યું હતું કે , દેશમાં વિકાસનો માહોલ નકારાત્મક કે નિરાશાજનક છે . 28,7 % લોકોએ કહ્યું કે , 2019 થી જ અમારી માસિક આવક ઘટી ગઈ છે ,પગાર ઓછા છે અને જીવનજરૂરી ચીજો મોંઘી થવાથી માસિક ખર્ચ વધી ગયો.

44 % લોકોએ કહ્યું કે , અમારી માસિક આવક ત્યાંની ત્યાં છે , પરંતુ માસિક ખર્ચ સતત વધ્યો છે.
ચારથી પાંચ જણા એક સાથે રહેતા હોય અને એક વ્યક્તિ નોકરી કરતો હોય એવી સ્થિતિમાં જીવનનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે કારણ કે મોંઘું શિક્ષણ, વાન ભાડું,મકાન ભાડું,ટ્યુશન ખર્ચ અને કરિયાણુ,ગેસનો બાટલો લાવવું મુશ્કેલ બન્યું છે તેમાંય બે મહિને આવતું લાઈટ બિલ ભરવામાં ફાંફાં પડી રહયા છે.
એક તરફ ખાનગી નોકરીમાં માસિક પગાર વધતા નથી અને મોંઘવારી વધતી રહે છે પરિણામે લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.