14 C
Ahmedabad
Sunday, January 23, 2022

દેશ ના ઓડિશા અને આંધ્ર માં ત્રાટકશે ગુલાબ વાવાઝોડું,તંત્ર એ જાહેર કર્યુ હાઈ એલર્ટ ; ગુજરાત માં થશે વાવઝોડા ની અસરો

Must read

દેશ ના ઓડિશા અને આંધ્ર પ્રદેશ ઉપર ત્રાટકનારા ગુલાબ વાવાઝોડા ને લઈ સરકારે હાઇ અલર્ટ જાહેર કર્યું છે.
વિશાખાપટ્ટનમ સહિતનાં જિલ્લાઓમાં લોકો તેમજ માછીમારોને દરિયા થી દુર રહેવા અપીલ સાથે ચેતવણી અપાઈ છે, ઓડિશાના ગંજમ જિલ્લામાં પણ વાવાઝોડા ના કારણે ભારે તબાહી થવાની શક્યતા ને લઈ ચિંતા નો માહોલ છે અને તંત્ર એ લોકો ને ઍલર્ટ કરી દીધા છે.
બંગાળની ખાડીમાં ઉદભેવેલું ડીપ ડિપ્રેશન અર્થાત ગુલાબ વાવાઝોડું 14 કિમીની ઝડપે ભારત ના દરિયાકાંઠા તરફ આગળ વધતા 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટ પર ત્રાટકવાની શકયતા છે.
ભારતનાં પૂર્વ વિસ્તારમાં ગુલાબ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકવાની શકયતા ને પગલે તંત્ર હરકત માં છે અને આગોતરી તૈયારીઓ કરી લીધી છે, ત્યારે ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર વરસાદ ના રૂપ માં અસર થવાની શક્યતા હોય ગુજરાતમાં તા.27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેમા 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે જ્યારએ 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
આમ ગુલાબ વાવાઝોડા ને લઈ તંત્ર માં દોડધામ મચી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article