દૌલા અંજુમ iphone માર્કેટમાં મોટું નામ,100થી વધુ વેપારીઓ કોણ?GST વિભાગ અને ED તપાસ કરશે?

0
70

વડોદરાથી સુરત,ભરૂચ,નવસારી,મુંબઈ સુધીમાં આઈફોન માર્કેટમાં મોટાપાયે દાણચોરી થઈ રહ્યાની વાત સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બની છે અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.

ભરૂચ અને નવસારી સહિત સુરતના કેટલાક મોટા નામો ભારે ચર્ચામાં છે જેમાં ઇબ્રાહિમ કાપડિયા (ઇબુ) અને મોહંમદ અલી સુરત IA TELECOM , અસલમ નવસારી, સેલ પેસિફિક (ભરૂચ),આલોક નવસારી,સેલ વર્લ્ડ (સુરત),દૌલા અંજુમ સુરત , બાટલીવાલા સરફરાઝ સુરત, હેવમોર મોબાઇલ સુરત, માચીસ વાલા હુસેન સુરત, નિઝામ સુરત (નિઝામ આઈ શોપ), ધ્રુવ શાહ (એપલ વર્લ્ડ),મોબાઈલ વર્લ્ડ,વગરે નામો ભારે ચર્ચામાં આવ્યા છે અને થોડા સમય બાદ ધંધો ફરીથી ચાલુ થઈ ગયો હોવાની વાત ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે.

સુરતના દૌલા અંજુમ સૌથી મોટું નામ છે કે જે મોબાઇલ ઉપરાંત ભારતમાં બેન એવી વેપ સિગારેટ અને ગોલ્ડની કસ્ટમ ચોરી અંગે આંગળીઓ ઉઠી રહી છે જે તપાસનો વિષય છે.
સુરતમાં અંજુમ દૌલા સાથે અન્ય 100 કરતા વધુ વેપારીઓ આ ધંધામાં સામેલ હોવાની વાત પણ ભારે ચર્ચામાં છે.

ગુજરાતમાં એક લાખમાં વેચાતો ફોન વિદેશી બજારમાં રૂપિયા 25થી 30 હજાર ઓછી કિંમતે જોઈએ તેટલા મળી રહ્યા છે જે હોલસેલ ભાવે મંગાવી તેનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું હોવાનું કહેવાય છે.

ગુજરાતમાં આઈફોન માર્કેટમાં દાણચોરીનો ધંધો ખીલ્યો છે,દાણચોરી મારફતે દુબઇ,હોંગકોંગ અને અમેરિકામાં ઝીરો ટેક્સનો ફાયદો ઉઠાવી હવાલા મારફતે દાણચોરી કરી મોટી કમાણી કરી રહ્યા હોવાની વાત તપાસનો વિષય હોવાછતાં તપાસ કરવામાં આવતી નહિ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

દાણચોરી દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતા ફોન જીએસટી કે કસ્ટમ ડયુટી ભરતા નથી એટલા માટે કાયદેસર મંગાવવામાં આવતા ફોનની કિંમત કરતાં બે તૃતિયાશ ટકા ઓછા ભાવે મળતા હોય આ ગોરખધંધા માં મોટાપાયે સરકારી તિજોરીને નુકશાન થઈ રહ્યું છે.  હવે આ મામલે કોણ તપાસ કરશે તેતો સમયજ બતાવશે.