ધમાકેદાર એન્ટ્રી / મુકેશ અંબાણીની એન્ટ્રી પછી પ્રાઇવ વોરની શરૂઆત, Campa Cola લોન્ચ થતા જ કોકા કોલાએ ભાવ ઘટાડ્યો

0
65

Campa Cola Challenge: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd.) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ના કામ કરવાની રીત સાવ અલગ છે. તેઓ જે પણ ધંધામાં પ્રવેશ કરે છે, પ્રાઇસ વોર એવી રીતે શરૂ થાય છે કે અન્ય કંપનીઓએ પણ કિંમતમાં કાપ મૂકવો પડે છે. રિલાયન્સ જિયો (Reliance Jio) ની શરૂઆત થઈ ત્યારે પણ તમને યાદ હશે કે કેવી રીતે ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોર શરૂ થઈ હતી. શરૂઆતના તબક્કામાં જિયોની ફ્રી સર્વિસે લોકોને તેના દિવાના બનાવી દીધા હતા. તાજેતરમાં જ મુકેશ અંબાણીએ પોતાનો બિઝનેસ વિસ્તારતા કેમ્પા કોલાને હસ્તગત કરી હતી.

કેમ્પા કોલાના 3 ફ્લેવર આવવાના કારણે વધી હરીફાઈ

આ ડીલ બાદ મુકેશ અંબાણીએ કોલા માર્કેટમાં ધમાકેદાર શરૂઆતની જાહેરાત કરી હતી. કંપની વતી હોળી પછી તરત જ, રિલાયન્સે 70ના દાયકામાં કોલ્ડ ડ્રિંકની પ્રખ્યાત બ્રાન્ડ કેમ્પા કોલાના ત્રણ ફ્લેવર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેના પછી હવે માર્કેટમાં પ્રાઇસ વોર શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેમ્પા કોલાના ખતરાને કારણે અન્ય મોટી કંપનીઓએ પણ તેમના પ્રોડક્ટની કિંમતો ઘટાડવાનું શરૂ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે પ્યોર ડ્રિંક્સ ગ્રુપ પાસેથી 22 કરોડમાં કેમ્પા કોલાને હસ્તગત કરી હતી.

ઓરોન્જ, લેમન અને કોલા ફ્લેવર રજૂ કર્યા

આ ડીલ સાથે કંપની દિવાળી પર પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી હતી. પરંતુ બાદમાં તેને હોળી 2023 સુધી લંબાવવામાં આવી હતી. તાજેતરમાં આ 50 વર્ષ જૂની બેવરેજ બ્રાન્ડ કેમ્પા કોલાના ઓરેન્જ, લેમન અને કોલા ફ્લેવર્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રણ ફ્લેવરના લોન્ચિંગ સાથે પહેલેથી જ અસ્તિત્વમાં છે તે પેપ્સી, કોકા-કોલા અને સ્પ્રાઈટ માર્કેટમાં ટક્કર થઈ રહી છે. માર્કેટમાં કેમ્પા કોલાના ત્રણ ફ્લેવર્સ આવવાને કારણે અન્ય કંપનીઓ દબાણમાં છે.

200ML ની બોટલ પર 5 રૂપિયાનો ઘટાડો

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને કંપનીઓ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. માર્કેટમાં કેમ્પા કોલા (Campa Cola) ની એન્ટ્રી સાથે સ્પર્ધા ચોક્કસપણે વધી છે. આ જ કારણ છે કે, કોકા કોલા (Coca Cola) એ 200ML બોટલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કોકા-કોલા(Coca Cola)  દ્વારા એવા રાજ્યોમાં કિંમત ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં સૌથી ઓછો સ્ટોક રાખવામાં આવે છે.

અહીં થયો ભાવમાં ઘટાડો

રિપોર્ટ મુજબ, કોકા-કોલાના ભાવ ઘટાડાના નિર્ણય પછી મધ્યપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર જે 200 ML ની બોટલ માટે 15 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય રિટેલરો દ્વારા કોકા કોલાની કાચની બોટલ રાખવા માટે કરવામાં આવેલી ક્રેડિટ ડિપોઝિટ પણ માફ કરવામાં આવી છે.