ધરમપુર તાલુકાની 54 ગ્રામ પંચાયતની આગામી 27 ડિસે.ના રોજ યોજાનારી ચૂંટણી અંતર્ગત શનિવારે નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસે સરપંચપદ માટે 69 નામાંકનપત્રો અને વોર્ડ સભ્યો માટે 296 નામાંકનપત્રો ઉમેદવારોએ ભર્યા હતા. શનિવારે અંતિમ દિવસે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તથા નગરપાલિકા ખાતે ઉમેદવારો સહિત ટેકોદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 54 ગ્રામ પંચાયતો પૈકી ત્રણ ગ્રામ પંચાયતો સમરસ બને એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ધરમપુર તાલુકાની કુલ 63 ગ્રામપંચાયતો પૈકી 54 ગ્રામ પંચાયતોની આગામી 27 ડિસે. યોજાનાર ચૂંટણી માટે સોમવારથી નામાંકનપત્રો ઉમેદવારો દ્વારા ભરવાની શરૂઆત થઈ હતી. જે શનિવારે નામાંકનપત્રના અંતિમ દિવસે સરપંચ પદનો આંકડો 245 તેમજ વોર્ડ સભ્યોનો આંક 976 ઉપર પહોંચ્યો હતો. રાજકીય અગ્રણીઓ દ્વારા સોમવારથી ઉમેદવારોને કુમકુમ તિલક લગાવી શ્રીફળ આપી શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલનગારા-કાહળી જેવા વાજીંત્રોના સથવારે હારતોરા કરાવી નામાંકનપત્રો ભરાવવા લઈ જવાયા હતા. 54 ગ્રામ પંચાયતો માટે શનિવારે અંતિમ દિવસે સરપંચ અને સભ્યપદ માટે મોટી સંખ્યામાં નામાંકાનપત્રો ભરાતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે ગરમાટો રહેવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 54 ગ્રામ પંચાયતો પૈકી પીંડવળ, લુહેરી અને કોસીમપાડા ગ્રામપંચાયતો માટે સરપંચ અને સભ્યો માટે એક નામાંકન પત્ર ભરાતા આ ત્રણે ગ્રામ પંચાયતો સમરસ બને એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. જોકે, નામાંકાનપત્રોની ચકાસણી બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. પ્રાપ્ત માહિતી મુજબ પીંડવળ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 6 ગામના માજી સરપંચ રાજેશભાઈ રામાભાઈ દળવી, માજી સરપંચ લાલજીભાઈ બનાસ્યા ભાઈ ઢાઢર, તાલુકા પંચાયત સભ્ય ગોપીબેન યશવંતભાઈ દળવી, તાલુકા પંચાયત સભ્ય કૌશલ્યાબેન તુળશીભાઈ મોકાશી તથા આગેવાનો દ્વારા ચૂંટણીને લઈ કોઈ લડાઈ ઝઘડા-વાદ- વિવાદ ઉભા ન થાય તે માટે આપસી સમજુતીથી એકજ નામાંકનપત્ર ભરી સમરસ કરવા પ્રયાસ કરાયા છેનું જણાવ્યું હતું.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ધરમપુર તાલુકામાં અંતિમ દિવસે ગ્રામ પંચાયતના સરપંચ પદના 245 અને સભ્યોના 976 ફોર્મ ભરાયા.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.