મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવનાર છે અને તેઓના કાર્યક્રમોનો કેટલાક લોકો વિરોધ કરી રહયા છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવેતો અહીં બે દિવસ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે.
બીજી તરફ આ દિવ્ય દરબાર યોજાવાની જાહેરાત બાદ બાબાને ચેલેન્જ પણ મળી રહી છે.
આવા સમયે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં કરણી સેના આગળ આવી છે.
બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યું છે.
કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની વાત કરી છે. સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કરણી સૈનિકો દ્વારા બાબાના દરબારનું રક્ષણ કરવામાં આવશે અને કાર્યક્રમમાં વિરોધ કરનારાઓને કરણી સેના દ્વારા વળતો યોગ્ય જવાબ પણ આપવામાં આવશે.
આગામી તા.1 અને 2 જૂને બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ગુજરાત અને રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે રાજકોટના રેશકોર્ષ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાનાર છે તેવા સમયે કેટલાક બાબાનો વિરોધ કરવા નીકળી પડ્યા છે ત્યારે બાબાનું રક્ષણ કરવાની જવાબદારી કરણી સેનાએ લીધી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી કરણી સેના, કહ્યું:-કરણી સેના બાબાનું રક્ષણ કરશે,વિરોધ કરનારાઓને આપીશું જવાબ
